Wednesday, September 23, 2026

અમદાવાદમાં 11 ઓગસ્ટે યોજાશે ભવ્ય તિરંગા યાત્રા, ટ્રાફિક અંગે પોલીસનું જાહેરનામું, આ રસ્તાઓ બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 11 ઓગસ્ટના રોજ અમદાવાદના રાયપુર વિસ્તારમાંથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં આવનારી 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા રાયપુર દરવાજાથી શરૂ થઈને સરસપુર સુધીના નિર્ધારિત રૂટ પર નીકળી ચકલા થઈ સારંગપુર સુધી પહોંચશે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને વિવિધ સંગઠનો જોડાવાના હોવાથી કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહારની સુચારૂ વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર, યાત્રાના સમયે રાયપુર દરવાજાથી લઈને સારંગપુર વચ્ચેનો મુખ્ય રોડ તમામ પ્રકારના સામાન્ય વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ રૂટ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

તિરંગા યાત્રા દરમિયાન રાયપુર-સારંગપુર રૂટ બંધ રહેવાનો હોવાથી વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સુચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેરનામામાં દર્શાવેલા ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરે જેથી કરીને સમયનો બગાડ ન થાય. આ વિસ્તારમાંથી પસાર થતાં પહેલાં ટ્રાફિક પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા અન્ય માર્ગો પરથી મુસાફરી કરવા અનુરોધ કરાયો છે.

આ ઉપરાંત અમદાવાદ શહેરના તમામ 48 વોર્ડમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ વ્યાપક બનાવવા અને લોકોમાં રાષ્ટ્રભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...