Monday, September 21, 2026

CG રોડ પર પોલીસની મેગા ડ્રાઇવ ! માત્ર 6 કલાકમાં 106 વાહનો ડિટેઇન, પોલીસની ગાડીઓ સામે પણ તપાસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના સી.જી.રોડ અને મ્યુનિસિપલ માર્કેટ વિસ્તારમાં પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા મોડી રાત્રે એકાએક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસે માત્ર છ કલાકમાં કુલ 106 વાહનો ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાસ કરીને મોડિફાઇડ વાહનો, નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે સ્ટંટબાજી અને નિયમભંગની ફરિયાદોને પગલે પોલીસે આ મેગા ડ્રાઇવ યોજી હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ મુજબ, શહેરના સી.જી. રોડ અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે રોમિયોગીરી કરતા તત્વો અને નિયમભંગ કરનારાઓનો ત્રાસ વધી રહ્યો અંગે ફરિયાદો મળી રહી હતી. ખાસ કરીને રાત્રિના સમયે ખરીદી કે ફરવા માટે નીકળતી મહિલાઓ, યુવતીઓ અને સિનિયર સિટિઝન્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવરંગપુરા પોલીસ તથા મહિલા SHE ટીમ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ ટીમોએ વાહનોના દસ્તાવેજો, નંબર પ્લેટ અને વાહનોમાં કરવામાં આવેલા ફેરફારોની તપાસ કરી હતી. લાયસન્સ વગર વાહન ચલાવનારા, નિયમ વિરુદ્ધ ફેન્સી નંબર પ્લેટ લગાવનારા તથા મોડિફાઇડ સાઇલેન્સરથી વધુ અવાજ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મેગા ડ્રાઇવ દરમિયાન પોલીસને મોટી સંખ્યામાં નિયમભંગ કરતા વાહનો મળી આવ્યા હતા. માત્ર છ કલાકના સમયગાળામાં કુલ 106 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જેમાં નંબર પ્લેટ વગરના 21 વાહનોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીમાં સામાન્ય ટુ-વ્હીલર્સની સાથે લક્ઝુરિયસ ફોર-વ્હીલર્સ પણ ઝપટે ચડ્યા હતા. થાર, કિયા અને સ્કોર્પિયો જેવી ગાડીઓ પણ ડિટેઇન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી મોડી રાત્રે સી.જી. રોડ પર વાહન લઈને ફરતા નિયમભંગ કરનારાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

પોલીસની મેગા ડ્રાઇવમાં ખાસ કરીને મોડિફાઇડ સાઇલેન્સર અને નંબર પ્લેટના નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાહનમાં ફેરફાર કરીને ધમાકેદાર અવાજ કરતા સાઇલેન્સર લગાવનારા તેમજ કાયદા વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઝોન-1ના DCP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે પોલીસની પ્રાથમિકતા છે. સી.જી. રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં મહિલાઓ અને સિનિયર સિટિઝન્સ મોડી રાત્રે પણ નિર્ભયપણે અવરજવર કરી શકે તે માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

બીજી તરફ આજે સવારથી જ પોલીસ સામે પોલીસે જ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્લેટ વાળા અને બ્લેક ફિલ્મ વાળા કાચ ધરાવતી પોલીસની ગાડીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ગાંધીનગરમાં ખુદ રાજ્યના પોલીસ વડાની કચેરી પાસે જ નિયમોનો ઉલાળિયો જોવા મળ્યો હતો. કેટલીક ગાડીઓમાં બ્લેક ફિલ્મ લગાવેલી હતી. તો કેટલીક ગાડીઓમાં પોલીસ લખેલી પ્લેટ પણ જોવા મળી હતી. પોલીસ વડા દ્વારા જ નક્કી કરવામાં આવેલા નિયમોનો જાણે પોલીસ કર્મચારીઓ જ ઉલાળિયો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...