Sunday, September 20, 2026

નવા વાડજમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટ ખાતે ‘યુગધારા’ કાર્યક્રમ યોજાયો : ચારેય યુગોની ગાથા નૃત્ય અને અભિનયના માધ્યમથી રજૂ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં જય અંબે યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ગત શનિવારે રાત્રે યુગો કી ગાથા ‘યુગધારા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ એમ ચારેય યુગોની ગાથાને નૃત્ય, અભિનય અને વિવિધ દૃશ્યોના માધ્યમથી જીવંત કરવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ, યુગો કી ગાથા ‘યુગધારા’ કાર્યક્રમની શરૂઆત સતયુગના પ્રસંગોથી કરવામાં આવી હતી. જેમાં સમુદ્રમંથન તેમજ રક્તબીજના વધ જેવા પ્રસંગોનું સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામના જન્મથી લઈને સીતાજીના હરણ અને શ્રીરામના અયોધ્યા આગમન સુધીની ગાથા રજૂ કરવામાં આવી હતી.દ્વાપર યુગના પ્રસંગોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને તેમની વિવિધ બાળલીલાઓ, ગોકુળ-વૃંદાવનના પ્રસંગો, મહાભારત અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા ભગવદ્ ગીતાના જ્ઞાનને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત વર્તમાન કળિયુગના વાસ્તવિક પાસાં-જેમ કે ધન-દોલતની મોહ-માયા, છળ-કપટ, ઈર્ષ્યા અને નિંદા વચ્ચે પણ જીવંત રહેલી સાચી ભક્તિભાવનાને કલાકારોએ અસરકારક નૃત્ય દ્વારા રજૂ કરી હતી.આ દૃશ્યો દ્વારા આધુનિક જીવનની કેટલીક સામાજિક વાસ્તવિકતાઓ અને આધ્યાત્મિક મૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.

‘યુગધારા’ કાર્યક્રમની ખાસિયત એ રહી કે તેમાં પાંચ વર્ષના નાના બાળકો થી લઈને 65 વર્ષ સુધીની વયના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ વયજૂથના લોકોની સામૂહિક ભાગીદારીથી કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું હતું.સમગ્ર એપાર્ટમેન્ટના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલાકારોની પ્રસ્તુતિને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

ગણેશ મહોત્સવના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રહેવાસીઓએ ઉત્સાહભેર હાજરી આપી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત ‘યુગધારા’ કાર્યક્રમમાં ધાર્મિક કથાઓ સાથે સામાજિક અને આધ્યાત્મિક સંદેશને સાંકળી રજૂ કરવામાં આવતા કાર્યક્રમ સૌ માટે યાદગાર બન્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...