Thursday, September 3, 2026

ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, બાળકો રાધા-કૃષ્ણ બની ઉત્સાહભેર જોડાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના પ્રાથમિક વિભાગના નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રિપોર્ટ મુજબ, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જ્ઞાનદા ગર્લ્સ પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી જાગૃતિવેન પટેલે આરતી ઉતારી બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે પ્રાર્થના કરી હતી. જન્માષ્ટમીની આ ઉજવણીમાં કુલ 140 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જન્માષ્ટમી પર્વની ઉજવણી દરમિયાન, બાળકો ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને શાળાએ આવ્યા હતા. આ દ્રશ્યએ સમગ્ર વાતાવરણને જીવંત અને આકર્ષક બનાવ્યું હતું. આ ઉપરાંત રાધારાણી નૃત્ય, નૃત્ય નાટિકા, રાસ, બાળલીલા અને મટકી ફોડ જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે શાળામાં આધ્યાત્મિક તેમજ ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...