Tuesday, September 1, 2026

અમદાવાદના ઐતિહાસિક કેલિકો ડોમનું રિનોવેશન પૂર્ણ, AMCની મંજૂરી બાદ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે

spot_img
Share

અમદાવાદ : આખરે અમદાવાદના ઐતિહાસિક કેલિકો ડોમના રિનોવેશનની કામગીરી પૂર્ણ થઈ છે. લાંબા સમયથી ચાલી રહેલી રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણ થતાં ડોમને ફરી એકવાર મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવાની તૈયારી શરૂ થઈ છે.જોકે કેલિકો ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતાં વધુ વિલંબ થયો છે, પરંતુ તંત્રનું કહેવું છે કે ડોમને તેના મૂળ સ્વરૂપ અને ડિઝાઇન પ્રમાણે જ તૈયાર કરવાનો હોવાથી કામગીરીમાં વધુ સમય લાગ્યો છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં હેરિટેજ વારસામાં કેલિકો ડેમ સ્થાન પામ્યો છે.તેનું રિનોવેશન આખરે પાંચ વર્ષ બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતા વધુ વિલંબ થયો છે પરંતુ હવે કામગીરી પૂર્ણ થતા તેને ખુલ્લો મુકવામાં આવશે.ડોમમાં પેનલો લગાવી દેવામાં આવી છે.હવે ડોમ અંગે બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવશે.કમિટી દ્વારા કોઈ ફેરફાર નહીં સૂચવવામાં આવે તો તે મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

ઈ.સ. 1963માં બકમીન્સ્ટર કુલર જીયોડેસિક ગુંબજોથી પ્રેસિત થઈને ગૌતમ સારાભાઈ અને ગીરા સારાભાઈએ કેલિકો ડોમ તૈયાર કર્યો હતો. જેમાં કેલિકો મિલ માટે દુકાનો હતી. અમદાવાદમાં પ્રથમ ફેશન શો પણ આ ડોમમાં યોજાયો હતો. બોલિવૂડની જાણિતી અભિનેત્રી પરવીન બાબીએ 1970માં કેલિકો ડોમમાં યોજાયેલા ફેશન શોમાં ભાગ લીધો હતો. 1990માં આ ડોમમાં રહેલી મીલ અને દુકાનો બંધ થઈ હતી.

જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ ડોમનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. 2003માં ભારે વરસાદને કારણે ડોમની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ આ ડોમ સંપૂર્ણ પણે તૂટ્યો હતો. 2020માં તેનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે હવે પૂર્ણ થતાં શહેરના હેરિટેજ વારસામાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...