Saturday, August 29, 2026

અમદાવાદમાં અમિત શાહે દીકરીઓ પાસે બંધાવી રાખડી, રક્ષાબંધને આપી ‘આજીવન મફત ઇન્સ્યુલિન’ની મોટી ભેટ!

spot_img
Share

અમદાવાદ : રક્ષાબંધનના પવિત્ર તહેવારને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં એક અનોખા અને સંવેદનશીલ અંદાજમાં ઉજવ્યો હતો. તેમણે પોતાના સંસદીય ક્ષેત્રની દીકરીઓ, ખાસ કરીને ટાઇપ વન ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે આ પર્વ મનાવ્યો હતો. આ પ્રસંગે, અમિત શાહે દીકરીઓ પાસેથી રાખડી બંધાવી અને તેમના રક્ષણ તથા સ્વાસ્થ્યની જવાબદારીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત દીકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અમિત શાહે ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતી તમામ દીકરીઓને રક્ષાબંધનની અનોખી ભેટ આપતા જણાવ્યું હતું કે તેમને આજીવન નિશુલ્ક ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે. આ નિર્ણયથી આ દીકરીઓના પરિવાર પરનો આર્થિક બોજ નોંધપાત્ર રીતે હળવો થશે.

વધુમાં, અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર ઇન્સ્યુલિન આપવું પૂરતું નથી, પરંતુ દીકરીઓનું આરોગ્ય સતત સારું રહે તે માટે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં એક સુદ્રઢ અને સંકલિત આરોગ્ય વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.આ સિસ્ટમ અંતર્ગત ટાઇપ વન ડાયાબિટીસના દર્દીઓનું યોગ્ય સ્ક્રીનિંગ, નિયમિત બ્લડ શુગર ટેસ્ટિંગ અને ડોક્ટર દ્વારા જરૂરી ફોલોઅપ સારવાર પૂરી પાડવામાં આવશે, જે દીકરીઓના દીર્ઘકાલીન સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

રક્ષાબંધનના પ્રસંગે અમિત શાહે કહ્યું હતું કે દીકરીની રક્ષા અને તેનું સ્વાસ્થ્ય સરકારની મહત્વપૂર્ણ પ્રતિબદ્ધતા છે. ટાઇપ-1 ડાયાબિટીસ સામે સંઘર્ષ કરી રહેલી દીકરીઓને સારવાર, ઇન્સ્યુલિન અને જરૂરી તબીબી સહાય સતત મળી રહે તે માટે તંત્ર તેમની સાથે ઊભું રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. રક્ષાબંધન પર દીકરીઓ પાસેથી રાખડી બંધાવ્યા બાદ તેમને આજીવન મફત ઇન્સ્યુલિનની ભેટ આપવાની જાહેરાતે કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...