Friday, September 11, 2026

અમદાવાદ IIMની વિદ્યાર્થિનીને સ્વિગી ડિલિવરી બોયનો ગંદો અનુભવ, ‘તું તો એન્જલ છે…’, પોલીસે કરી ધરપકડ

spot_img
Share

અમદાવાદ : વસ્ત્રાપુરમાં આવેલી વિખ્યાત ન્યૂ આઈઆઈએમ કેમ્પસની હોસ્ટેલમાં એમબીએની વિદ્યાર્થિનીએ સ્વિગીના ડિલિવરી બોયે અભદ્ર ઈશારા અને અશ્લીલ હરકત સાથે ગંદી કોમેન્ટ કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વસ્ત્રાપુર પોલીસે યુવતી સામે અશ્લીલ હરકત કરનાર સ્વિગીના ડિલિવરી બોય નિપમ દિનેશભાઇ ઠક્કર (ઉ.વ.37, મંગલા ગૌરી રેસિડેન્સી, વ્યાસવાડીની બાજુમાં, વાડજ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, અંધજન મંડળ પાસે આવેલા ન્યૂ IIM કેમ્પસમાં છેલ્લા પાંચ મહિનાથી અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત 15 ઓગસ્ટે સાંજે 7 વાગ્યાની આસપાસ તે કેમ્પસના રૂમમાં હાજર હતી. આ દરમિયાન તેણીએ સ્વિગી એપ્લિકેશન મારફતે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવ્યું હતું. એપ્લિકેશનમાં ડિલિવરી બોય તરીકે નિપમનું નામ દર્શાવાયું હતું. રાત્રે આશરે 8 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનીએ ફોન ઉપાડ્યો નહોતો. બાદમાં ઓર્ડર અંગેનો ફોન હોવાનું માની તે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ગઈ હતી.

થોડીવાર બાદ ફરી એ જ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે ફૂડ ઓર્ડર લઈને બીજા માળે આવ્યો હોવાનું કહી વિદ્યાર્થીનીને ઉપર આવવા કહ્યું હતું. વિદ્યાર્થીનીએ તેને પહેલા માળે આવવા કહ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીની પહેલા માળે પહોંચી ત્યારે ડિલિવરી બોય નિપમ સીડી પાસે ઊભો હતો. ફરિયાદ મુજબ, વિદ્યાર્થીનીને જોઈ આરોપીએ તેના દેખાવ અંગે અયોગ્ય ટિપ્પણી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે, આરોપીએ ખાવાના પાર્સલની આડમાં અશોભનીય હરકત કરી હતી અને વિદ્યાર્થીની સામે અભદ્ર ઇશારા પણ કર્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ડિલિવરી બોયે ફૂડ પેકેટ વિચિત્ર રીતે રાખ્યું હતું અને યુવતીને જોઇને તેણે પોતાના કપડાં પણ અયોગ્ય રાખ્યા હતા. આટલું જ નહિ, તેણે યુવતી તરફ અભદ્ર ઈશારા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ હરકતથી ગભરાઈ ગયેલી યુવતી તાત્કાલિક પોતાના રૂમમાં પરત ફરી હતી અને પોતાની મિત્રને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બંને મિત્રો તેની પાસે પહોંચ્યા બાદ યુવતીએ ઘટના જણાવી હતી. ત્યારબાદ આઈઆઈએમના મેનેજમેન્ટના સભ્યોને જાણ કરવામાં આવી હતી.

યુવતી પોતાની મિત્ર તથા ઈન્ટરનલ કમ્પ્લેઈન્ટ કમિટીના સભ્ય-સચિવ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ડિલિવરી બોયનું નામ નિપમ હોવાનું જણાવાયું છે જ્યારે તેનું પૂરું નામ અને સરનામું ફરિયાદી પાસે ઉપલબ્ધ નથી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસને ડિલિવરી બોયના મોબાઇલ નંબરને આધારે આ શખ્સને ઝડપી લીધો છે. આઇઆઇએમ કેમ્પસ જેવી સલામત જગ્યામાં પણ યુવતીઓ સલામત નહિ હોવાની ઘટનાથી કેમ્પસમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...