Friday, September 11, 2026

એસ જી હાઈવે હિટ ઍન્ડ રન કેસનો પર્દાફાશ : સોલા પોલીસે 200થી વધુ CCTV કેમેરા તપાસી ઘાતકી કારચાલકને ઝડપી પાડ્યો

spot_img
Share

અમદાવાદ : એસ જી હાઈવે પર ગત 22 ઓગસ્ટની મધરાતે સર્જાયેલા હિટ એન્ડ રન અકસ્માતનો ભેદ સોલા હાઈકોર્ટ પોલીસે ઉકેલી આરોપીની ધરપકડ કરી છે. અકસ્માતના શંકાસ્પદ રૂટ પરના આશરે 200 સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસીને પોલીસે 29 વર્ષીય કાર ચાલકની ધરપકડ કરી છે તેમજ અકસ્માતમાં વપરાયેલી કાર પણ જપ્ત કરી છે.

રિપોર્ટ મુજબ, ગત 22મી ઑગસ્ટની રાતે એસ જી હાઈવે પર ગોતા ખાતે વોડાફોન ટાવર કોમ્પલેક્સ સામે જાહેર રોડ પર અજાણ્યા ફોર-વ્હીલર ચાલકે એક્ટિવા ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માતમાં ફરિયાદી સહિત તેમના બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક પોતાની વેગનર કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વાહન અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે પણ આ કેસની સમાંતર તપાસ શરૂ કરી હતી. તપાસ ટીમે ઘટનાસ્થળ અને શંકાસ્પદ વાહનની અવરજવર વાળા માર્ગો પરના આશરે 200 સીસીટીવી કેમેરાના રૅકોર્ડિંગ્સની ઝીણવટભરી ચકાસણી કરી હતી.સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ(બાતમીદારો)ની મદદથી પોલીસને શંકાસ્પદ કાર અને તેના ચાલકની ભાળ મળી હતી. પોલીસે ચાણક્યપુરીના માધવ ગાર્ડન પાસે રહેતા 29 વર્ષીય આરોપી કિશન ઉર્ફે પોચીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યાનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીએ અકસ્માતમાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતમાં વપરાયેલી કાર કબજે લીધી હતી. સોલા હાઇકોર્ટ પોલીસે સીસીટીવી વિશ્લેષણ અને બાતમીદારોના નેટવર્કથી આ કેસ ઉકેલ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...