Friday, September 11, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે, ગાંધીનગર અને અમદાવાદને મળશે કરોડોની ભેટ

spot_img
Share

અમદાવાદ : ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ગયા અઠવાડિયે ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ, 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ ધાર્મિક ઉત્સવ સહિતના વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ મુજબ, ગૃહમંત્રી અમિતભાઇ શાહનું 3 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યાર બાદ 4 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે તેઓ ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા ગામ ખાતે પહોંચશે. અહીં તેઓ નવનિર્મિત પાઇપલાઇન અને ભૂમિગત પાણીની ટાંકી સહિતની અત્યાધુનિક જળ વ્યવસ્થાપન પ્રણાલીનું વિધિવત લોકાર્પણ કરશે. બપોરે 12 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

ત્યારબાદ તેઓ અમદાવાદના સાબરમતી ખાતે કાળી રોડ સ્ટેશન નજીક પહોંચશે. જ્યાં લોકોમોટિવ રેલવે એન્જિનના રખરખાવ માટે પીઆઇપી (PIP) મોડેલ આધારિત તૈયાર કરાયેલા વેગન 12 મેન્ટેનન્સ શેડનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ સાબરમતી રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ દેશની પ્રથમ એલએનજી ટ્રેનનો પ્રારંભ કરાવશે.

વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદમાં ભક્તિભાવપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરશે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે આયોજિત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સમારોહમાં તેઓ સહભાગી થશે. મધરાતે 12 વાગ્યા સુધી જન્માષ્ટમી દર્શન અને મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ રાત્રે જ દિલ્હી જવા રવાના થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...