Saturday, August 29, 2026

અમદાવાદના પંચશીલ ગ્રુપ અને યશવી કન્સ્ટ્રક્શનના નેતૃત્વને સન્માન, રીડેવલપમેન્ટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સ્થિત પંચશીલ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર (MD) તથા યશવી કન્સ્ટ્રક્શનના પ્રોપ્રાઇટર જીતેન્દ્ર શાહને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર અને અગ્રણી યોગદાન બદલ “Most Renowned & Prestigious Real-Estate Company in Gujarat 2026”ના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પ્રતિષ્ઠિત સન્માન National Leaders Summit & Awards 2026 દરમિયાન એનાયત કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી, સતીષ ચંદ્ર દુબે (કોલસા અને ખાણ મંત્રાલય), કેન્દ્રીય કેબિનેટ મંત્રી, જીતન રામ માંઝી, (MSME મંત્રાલય) તથા અભિનેત્રી, રકુલ પ્રીત સિંહની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

જીતેન્દ્ર શાહને આ સન્માન એવા સમયે મળ્યું છે જ્યારે તેઓ અમદાવાદમાં જૂની રહેણાંક સોસાયટીઓ અને જર્જરિત રહેણાંક ઇમારતોના રીડેવલપમેન્ટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. શહેરમાં વર્ષો જૂની અનેક રહેણાંક ઇમારતોમાં રહેવાસીઓને માળખાકીય સલામતી, પાર્કિંગની અછત, આધુનિક સુવિધાઓનો અભાવ, જાળવણી તથા બદલાતી જીવનશૈલીને અનુરૂપ રહેણાંક વ્યવસ્થાના પડકારોનો સામનો કરવો પડે છે.

આ પડકારોના ઉકેલરૂપે જૂની સોસાયટીઓના સુઆયોજિત રીડેવલપમેન્ટ દ્વારા રહેવાસીઓને સુરક્ષિત, આધુનિક અને સુવિધાસભર રહેણાંક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં પંચશીલ ગ્રુપ તથા યશવી કન્સ્ટ્રક્શન દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.જીતેન્દ્ર શાહના નેતૃત્વ હેઠળ બંને સંસ્થાઓ દ્વારા અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત બાંધકામ, આધુનિક આયોજન, પારદર્શિતા, સમયબદ્ધ કામગીરી અને રહેવાસીઓના હિતોને પ્રાથમિકતા આપીને રીડેવલપમેન્ટને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ જીતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, “આ સન્માન મારા માટે માત્ર એક એવોર્ડ નથી, પરંતુ અમદાવાદના વિકાસમાં વધુ જવાબદારીપૂર્વક યોગદાન આપવાની પ્રેરણા છે. જૂની સોસાયટીઓના રીડેવલપમેન્ટમાં રહેવાસીઓનો વિશ્વાસ, પારદર્શિતા, ગુણવત્તાયુક્ત બાંધકામ અને સમયસર કામગીરી સૌથી મહત્વપૂર્ણ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં જૂની સોસાયટીઓનું રીડેવલપમેન્ટ કરવાનો હેતુ માત્ર નવી ઇમારતોનું નિર્માણ કરવાનો નથી. રહેવાસીઓને વધુ સુરક્ષિત, આધુનિક અને સુવિધાસભર જીવનશૈલી પૂરી પાડવી તથા શહેરના સુઆયોજિત અને ટકાઉ વિકાસમાં યોગદાન આપવું એ મુખ્ય ઉદ્દેશ છે.

જીતેન્દ્ર શાહે આ પ્રતિષ્ઠિત સન્માન માટે તમામ રહેવાસીઓ, ગ્રાહકો, બિઝનેસ એસોસિએટ્સ, આર્કિટેક્ટ્સ, કન્સલ્ટન્ટ્સ, કોન્ટ્રાક્ટર્સ અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે આ એવોર્ડ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ પંચશીલ ગ્રુપ અને યશવી કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા સમગ્ર પરિવારની સામૂહિક સિદ્ધિ છે.

આ પ્રતિષ્ઠિત સન્માન સાથે જીતેન્દ્ર શાહે અમદાવાદની જૂની રહેણાંક સોસાયટીઓના રીડેવલપમેન્ટ તેમજ શહેરના આધુનિક અને ટકાઉ વિકાસ માટે આગામી સમયમાં વધુ વ્યાપક કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. રીડેવલપમેન્ટ ક્ષેત્રે સુરક્ષા, ગુણવત્તા, પારદર્શિતા અને રહેવાસીઓના વિશ્વાસને કેન્દ્રસ્થાને રાખીને અમદાવાદના શહેરી વિકાસમાં યોગદાન આપવાનો તેમનો અભિગમ આ સન્માનથી વધુ મજબૂત બન્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...