Monday, September 7, 2026

અમદાવાદ RTOમાં વધુ એક AI ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ઊભું કરાશે, વેઇટિંગ દૂર કરવા કવાયત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ આરટીઓ સુભાષબ્રિજ સુવિધા ખાતે બીજો ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઊભો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ટ્રેક શરૂ થયા બાદ ડ્રાઈવિંગ લાયસન્સનું કામ ઝડપી બનશે અને અરજી કરનારાઓનો સમય બચશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં આરટીઓ ખાતે એક જ AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત હોવાના કારણે અરજદારોને લાંબુ વેઇટિંગ વેઠવું પડી રહ્યું છે. અત્યારે ફોર-વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 50થી 55 દિવસ અને ટુ-વ્હીલર માટે 30 દિવસ જેટલું લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ આરટીઓ પાસે ફક્ત એક જ AI-સક્ષમ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે, જેના કારણે ટુ-વ્હીલર લાઇસન્સ ટેસ્ટ માટે લગભગ 30 દિવસ અને ફોર-વ્હીલર લાઇસન્સ માટે ટેસ્ટ માટે 50 થી 55 દિવસનો વેઇટિંગ પીરિયડ પડે છે.આ વેઇટિંગ પિરિયડને અડધો કરવાના હેતુથી અમદાવાદ RTO ખાતે આગામી 6થી 8 મહિનામાં બીજો AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે હાલ પ્લાનિંગ અને ડિઝાઇનિંગ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.હવે શહેરમાં કુલ 3 ટ્રેક બનશે.

આરટીઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલની સુવિધા AI-આધારિત ટેસ્ટિંગના પહેલા મહિનાના ડેટા મુજબ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અરજદારો વચ્ચે પાસ દરમાં તીવ્ર તફાવત જોવા મળે છે. 2,060 લાઇટ મોટર વ્હીકલ ટેસ્ટિંગમાંથી, ફક્ત 20% અરજદારો જ પાસ થયા, તેની તુલનામાં, અગાઉ 3,456 ટુ-વ્હીલર અરજદારોમાંથી લગભગ 70% અરજદારોએ ટેસ્ટ પાસ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ફોર વ્હીલર અરજદારોમાં લગભગ 80% પાર્કિંગ ન યોગ્ય રીતે ન કરી શકતા નાપાસ થયા હતા જ્યારે ટુ વ્હીલર ઉમેદવારો માટે, ટેસ્ટ દરમિયાન પગ નીચે રાખવો એ નાપાસ થવાનું મુખ્ય કારણ હતું. હાલમાં અહીં દરરોજ 180 ટુ વ્હીલર ટેસ્ટ અને 100 થી 110 ફોર વ્હીલર ટેસ્ટ થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...