Saturday, September 12, 2026

અમદાવાદમાં AMCની અનોખી પહેલ : પ્લાસ્ટિકનો કચરો આપો અને મેળવો ગૌમય ગણેશ મૂર્તિ, પ્રથમ 100 નાગરિકોને લાભ મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને નાગરિકોમાં પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત નાગરિકોએ પોતાના ઘરમાંથી એકત્રિત કરેલો સ્વચ્છ અને અલગ કરેલો પ્લાસ્ટિક કચરો નજીકની AMC ઝોનલ કચેરી ખાતે લાવવાનો રહેશે. તેના બદલામાં તેમને ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી ગણેશજીની મૂર્તિ ઇનામરૂપે આપવામાં આવશે.

આ વિશેષ ઝુંબેશ હેઠળ ગૌમય ગણેશ મૂર્તિનું વિતરણ 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર 2026 દરમિયાન કરવામાં આવશે. અમદાવાદના તમામ 7 ઝોનમાં વહેલા તે પહેલાના ધોરણે દરેક ઝોનમાંથી પ્રથમ 100 નાગરિકોને જ આ મૂર્તિનો લાભ આપવામાં આવશે. મૂર્તિ વિતરણનો સમય સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે, જેમાં શનિવાર અને રવિવારે જાહેર રજાના દિવસોમાં પણ વિતરણ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

નાગરિકોની સુવિધા અર્થે સાતેય ઝોનની Zonal Deputy Director (SWM) Office ખાતે અલગ-અલગ વિતરણ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ ઝોન: સરદાર પટેલ ભવન, મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ (જૂની બિલ્ડિંગ, પાંચમો માળ)
નોર્થ વેસ્ટ ઝોન: રાજમાતા વિજયારાજે સિંધિયા ભવન, જજીસ બંગલો રોડ, બોડકદેવ (બીજો માળ)
નોર્થ ઝોન: રાજીવ ગાંધી ભવન, નરોડા રોડ, મેમ્કો ચાર રસ્તા
સાઉથ વેસ્ટ ઝોન: શ્રી તુષાર દેશમુખ ભવન, શેલ્બી હોસ્પિટલ નજીક, કર્ણાવતી ક્લબ રોડ (ત્રીજો માળ)
ઈસ્ટ ઝોન: હરિભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા
વેસ્ટ ઝોન: વાડજ હિન્દી સ્કૂલ નંબર 1 અને 2, જૂના વાડજ ગામ, રામદેવપીર મંદિર નજીક
સાઉથ ઝોન: શ્યામાપ્રસાદ મુખર્જી ભવન, રામબાગ, મણિનગર (ત્રીજો માળ)

‘Beat Plastic Pollution’ અને સ્વચ્છતાનો સંદેશ
આ પહેલ દ્વારા AMC ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે નાગરિકોને પ્લાસ્ટિક કચરો અલગ કરીને યોગ્ય સ્થળે પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ સાથે ‘Beat Plastic Pollution’, ‘Reduce, Reuse, Recycle’ અને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપતાં “Bring Your Plastic Waste, Receive Bappa’s Blessings!” ની અપીલ સાથે નાગરિકોને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...