Monday, September 14, 2026

ગણેશ ચતુર્થી સ્પેશ્યલ : મુંબઈના લાલબાગ ચા રાજાનું 93 મું વર્ષ, બાપ્પાની મૂર્તિના ભવ્ય રૂપે મોહી લીધા ભક્તોને

spot_img
Share

અમદાવાદ : મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગણેશોત્સવનું આગવું મહત્વ છે. મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ષે પણ લાલબાગચા રાજાની પ્રતિમાને અત્યંત આકર્ષક અને ભવ્ય સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. બાપ્પાની પ્રતિમાની પાછળ સ્થાપિત કરાયેલું વિશાળ ત્રિશૂળ અને ભવ્ય પ્રાચીન શિવ-મંદિર થીમ આધારિત ડેકોરેશન આ વર્ષના લાલબાગચા રાજાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સુવર્ણ આભૂષણો, હીરાજડિત મુગટ અને રેશમી પીતાંબરથી સજ્જ બાપ્પાના મુખમંડળ પરનું દિવ્ય તેજ ભક્તોના મન મોહી રહ્યું છે. મંડળ દ્વારા પંડાલને વિશેષ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક થીમ પર ડિઝાઈન કરવામાં આવ્યો છે, જે સમગ્ર દેશમાંથી આવતા લાખો દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.

પ્રતિમાની પૃષ્ઠભૂમિમાં વિશાળ કદનું સુવર્ણ-ચમક ધરાવતું ત્રિશૂળ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભગવાન શિવના આશીર્વાદ અને દૈવી શક્તિનું પ્રતીક છે. સમગ્ર પંડાલને દક્ષિણ અને પશ્ચિમ ભારતના પ્રાચીન શિવ મંદિરોના પથ્થર સ્થાપત્ય અને કોતરણી જેવો લાઈવ લુક આપવામાં આવ્યો છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. ‘લાલબાગચા રાજા’ને આ વર્ષે પરંપરાગત વસ્ત્રો, હીરાજડિત મુગટ અને વિશેષ સુવર્ણ આભૂષણોથી સજાવવામાં આવ્યા છે.

બાપ્પાની મનમોહક પ્રતિમા અને સજાવટ જોઈને ભક્તોની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા હતા. લાલ બાગ ચા રાજાના ફર્સ્ટ લૂકે પણ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જાગી હતી.આ વર્ષે `લાલબાગચા રાજા ગણેશોત્સવ`ની 93 મી ઉજવણી થઈ રહી છે. આ તહેવાર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને અનંત ચતુર્દશીના દિવસ એટલે કે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.

`લાલબાગચા રાજા` મુંબઈના સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક છે. તહેવાર દરમિયાન, દેશના વિવિધ ભાગો તેમજ વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે.“લાલબાગચા રાજા`નું પંડાલ મધ્ય મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તારમાં આવેલું છે. ચિંચપોકલી, કરી રોડ અને પરેલ તેના નજીકના મુખ્ય રેલવે સ્ટેશનો છે.મુંબઈની વેસ્ટર્ન લાઈન (પશ્ચિમ લાઈન) દ્વારા મુસાફરી કરતા ભક્તો લોઅર પરેલ સ્ટેશનનો પણ ઉપયોગ કરી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...