Wednesday, September 16, 2026

અમદાવાદમાં ભાજપના નેતાઓની અનોખી ઉજવણી, ગણેશ ઉત્સવમાં વિવિધ સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર!

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં ઉત્સવની વિશેષતા એ છે કે, ભાજપના નેતાઓ દ્વારા પોતાના ઘરે પણ ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે અને નેતાઓ દ્વારા ગણેશ મહોત્સવના આ પાવન પ્રસંગે ધર્મ અને ભક્તિની સાથે સાથે દેશભક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, શહેરના શ્યામલ ખાતે પણ અન્ય એક ભાજપના નેતા દ્વારા અનોખી રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. શ્યામલ ખાતે ભાજપના નેતા રાજુલ પંડ્યા અને નિવૃત્તિ પંડયાએ પર્યાવરણ બચાવવા માટે ફટકડીમાંથી ગણપતિજીની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરી છે. આ ફટકડીના ગણપતિ નદીમાં પધરાવીને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે શ્યામલ ખાતે ભાજપના નેતા દ્વારા ફટાકડીના ગણેશજીની સ્થાપના કરવાની કિસ્સાને ભાવિ ભક્તો કેન્દ્ર સરકારની નદીઓ શુદ્ધિકરણ યોજના અન્વયે નદીઓને સુરક્ષિત કરવા માટે ધાર્મિક મહાત્મ્યને જોડવામાં આવ્યું છે. આ રીતે ગણેશ વિસર્જનને પર્યાવરણ સાથે જોડીને પર્યાવરણ બચાવવાનો સંદેશ અપાયો છે.

બીજી તરફ મણિનગર વિસ્તારમાં ભાજપના નેતા નીતિન બેતલાલે પોતાના ઘરે ‘વિકસિત ભારત’ની થીમ પર આધારિત ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે. તેમણે ધર્મ ભક્તિ સાથે દેશભક્તિનો સંદેશ આપ્યો છે. આ ઉજવણી દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર કર્યો છે. તેમજ ગણેશજીની સ્થાપનાની સાથે કેન્દ્ર સરકારની યોજનાઓ અને ભારત માતાની પ્રતિમા પણ મૂકી છે.

આ ઉપરાંત, ભાજપ નેતા નીતિન બેતલાલે ગણેશોત્સવની ઉજવણીમાં ભારત માતાની પ્રતિમા સાથે વંદે માતરમ્ ગાનની 150 વર્ષની ઉજવણી અંગે પણ વિશેષ સંદેશ આપ્યો છે. આમ કેન્દ્ર સરકારની વિકસિત ભારતની પરિકલ્પનાનો નેતાએ ગણેશ ઉત્સવમાં સમાવેશ કરતા નેતાની આ અનોખી પહેલની ચારેય બાજુ ચર્ચાઓ શરૂ થઈ છે

આમ ગણેશ ઉત્સવ પ્રસંગે ભાજપ નેતા નીતિન બેતલાલ અને ભાજપ નેતા રાજુલ પંડ્યાએ ધર્મ ભક્તિ સાથે દેશભક્તિની અને પર્યાવરણ બચાવો સંદેશ સાથે ઉજવણી કરી હતી. ભાજપના નેતાઓ દ્વારા પોતાના ઘરે પણ ગણેશ ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...