Thursday, September 17, 2026

બોપલમાં કાળજું કંપાવતો અકસ્માત મામલો, પતિની નજર સામે પત્નીને અડફેટે લેનાર આરોપી ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલ-શીલજ વિસ્તારમાં બનેલી કાળજું કંપાવનારી અકસ્માતની ઘટનામાં બોપલ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. નવપરિણીત મહિલા નિશીનું મોત નીપજાવનાર મુખ્ય આરોપી સુનિલ પરમારની પોલીસે રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી લીધી છે. અકસ્માત સર્જીને સોલા સિવિલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલો આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો, જેને પોલીસે સઘન તપાસના અંતે દબોચી લીધો છે.

રિપોર્ટ મુજબ, ગત 12 સપ્ટેમ્બરે પલ્સર ચાલકે ગોળીની સ્પીડે એક્સેસને ઉડાવતા પતિની નજર સામે જ પત્નીનું મોત થયું હતું. જેના ભયાનક CCTV સામે આવ્યા હતા. ગરબા ક્લાસ બાદ ગણેશોત્સવનો સામાન લઈને પત્ની એક્સેસ પર અને પતિ બાઈક પર રાત્રે ઘરે જતા હતા. આ દરમિયાન શીલજ કેનાલ રોડ પર ટર્ન લેતી વખતે બેફામ સ્પીડમાં બાઈક ચાલકે ટક્કર મારી હતી. ત્યાર બાદ આરોપી બાઇક મૂકીને ફરાર થઈ ગયો હતો.

તપાસમાં બહાર આવ્યું કે આરોપીનું બાઈક રાજસ્થાન પાસિંગનું હતું અને તે ઘરઘાટી તરીકે કામ કરતો હતો. અકસ્માતના 48 કલાક પછી પણ આરોપી ન પકડાતા પતિ હાર્દિકે રડતા રડતા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ન્યાયની માગ કરી હતી. તેમણે મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને પોલીસ તંત્રને અપીલ કરી હતી કે બેફામ ડ્રાઈવિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

પતિની આ માર્મિક અપીલ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સોલા સિવિલમાં સારવાર લીધા બાદ ભાગીને રાજસ્થાન પહોંચ્યો હોવાની બાતમી મળતાં જ બોપલ પોલીસે ત્યાં દરોડો પાડીને સુનિલ પરમારની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને હવે પોલીસ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...