Monday, September 28, 2026

વાડજ સહિતના આ મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની સમસ્યા હળવી થશે, ટુ અને ફોર વ્હીલર સહિત 6,100થી વધુ વાહનો પાર્ક થશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે પોતાના વાહનનો ઉપયોગ કરતા મુસાફરોને હવે પાર્કિંગની સમસ્યામાંથી રાહત મળવાની શક્યતા છે. મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે ગોઠવવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મેટ્રો સ્ટેશન આસપાસ 9 પ્લોટ પાર્કિંગ માટે ફાળવવામાં આવ્યા છે. આ પ્લોટમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શોધાયેલા આ 9 પ્લોટ કુલ 36,890 ચોરસ મીટરના વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલા છે. 3 મુખ્ય ઝોન હેઠળ આવરી લેવાયેલા આ પ્લોટ્સમાં કુલ 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર એકસાથે સરળતાથી પાર્ક થઈ શકે એવી ક્ષમતા ઊભી કરવામાં આવશે. આ વ્યવસ્થા અમલી બનવાથી મેટ્રો સ્ટેશન આસપાસ રોડ પર થતું આડેધડ પાર્કિંગ અટકશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આગામી બે મહિનામાં, એટલે કે દિવાળી પહેલાં પાર્કિંગ શરૂ કરી દેવાની શક્યતા છે.

કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ અને એપરલ પાર્ક તેમજ પશ્ચિમ વિસ્તારમાં થલતેજ, વાડજ અને સાબરમતી સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો નજીક આ પ્લોટ્સની પસંદગી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાહન પાર્કિંગના વ્યાજબી દરો નક્કી કરી દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે, ત્યારબાદ આ તમામ પે એન્ડ પાર્ક પ્લોટ નાગરિકો માટે વિધિવત ખુલ્લા મુકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...