Sunday, September 27, 2026

‘વાઇબ્રન્ટ નવરાત્રિમાં પાસ નહીં પણ ડિજિટલ ટોકન સિસ્ટમ છે, લોકોને ધક્કા ખાવા ન પડે’, DyCM ની સ્પષ્ટતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં યોજાનારી વાઈબ્રન્ટ નવરાત્રિમાં પ્રવેશ માટેની પાસ સિસ્ટમને લઈને રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થયા છે. વિપક્ષ દ્વારા પાસ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપી સમગ્ર વ્યવસ્થા અંગે સ્પષ્ટતા કરી છે.

રિપોર્ટ મુજબ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ભૂતકાળમાં નાગરિકો માટે બિલકુલ વિનામૂલ્યે (ફ્રી) રહેલી પ્રવેશ પ્રક્રિયા સામે આ વર્ષે બુકિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો હોવાના વિપક્ષના આક્ષેપો સામે તેમણે ખુલાસો કર્યો હતો કે, ઓનલાઇન મૂકવામાં આવેલા આ પાસ કોઈ કમાણી માટે નહીં પરંતુ માત્ર વ્યવસ્થા જાળવવા માટે મૂકાયેલા ‘ટોકન’ છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે નાગરિકોને કોઈ સરકારી ઓફિસમાં જઈને લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર ન પડે તે માટે ઓનલાઈન ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી લોકો પોતાના સ્થળેથી જ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકે અને કાર્યક્રમમાં હાજરી માટેની વ્યવસ્થા સરળતાથી મેળવી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીએ સરકારી ગરબામાં સામાન્ય વર્ગ અને જરૂરિયાતમંદ લોકોની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સરકાર તમામ વર્ગોનું ધ્યાન રાખી રહી છે. દિવ્યાંગ નાગરિકો તથા દૂર-દૂરના ગામડાઓમાંથી આ વાઇબ્રન્ટ મહોત્સવ જોવા ઈચ્છતા લોકોને લાવવા અને લઈ જવા માટે સ્થાનિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ પરિવહન અને પ્રવેશનું સુંદર આયોજન કરવામાં આવશે.

વાઈબ્રન્ટ નવરાત્રિમાં માત્ર પ્રવેશ વ્યવસ્થા જ નહીં, પરંતુ વિવિધ વર્ગના લોકોને કાર્યક્રમ સાથે જોડવા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હોવાનું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. ખાસ કરીને દિવ્યાંગ બાળકોને મફતમાં કાર્યક્રમ સ્થળ સુધી લાવવા અને પરત લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...