Friday, September 25, 2026

વસ્ત્રાપુરમાં દૂધની ડિલિવરી કરવા આવ્યો યુવક અને કરી દીધા અભદ્ર ઈશારા, પોલીસે ભણાવ્યો બરાબરનો પાઠ!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં મહિલાની છેડતીના આરોપને પગલે ચકચાર મચી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે દૂધ ડિલિવરી કરવા આવતા યુવક દ્વારા યુવતી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, તેણે મહિલા સાથે અભદ્ર ઈશારા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં 27 વર્ષીય યુવતી ફ્લેટમાં ભાડે રહે છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી અને હાલમાં વેજલપુર વિહતનગરમાં રહેતો યુવક ફ્લેટમાં વહેલી સવારે દૂધ યુવક સવારે દૂધની ડિલિવરી કરવા આવ્યો હતો. આ દરમિયાન તેણે મહિલાને અભદ્ર ઈશારા કર્યા હોવાનો આરોપ છે. ઘટનાને લઈને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ અગાઉ વસ્ત્રાપુરમાં આઈઆઈએમમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો હતો.જેમાં યુવતીનો આરોપ હતો કે ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવક પાસેથી ખાવાનું મંગાવ્યું ત્યારે જે યુવક લઈને આવ્યો તેણે ડિલિવરી બોયે તેને એન્જલ કહીને છેડતી કરી હતી. જેમાં વસ્ત્રાપુર પોલીસે વાડજના નિપમ ઠક્કર નામના 37 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી.

આ ઘટના બાદ ઘર સુધી પહોંચતી ડિલિવરી સર્વિસ દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેની અંતિમ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલ વસ્ત્રાપુર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. તપાસ આગળ વધશે તેમ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...