Wednesday, September 23, 2026

હવે અમદાવાદીઓને ટ્રાફિકથી મળશે મોટી રાહત, આવતીકાલે વાડજ સર્કલ પાસે ફોર-લેન ફ્લાયઓવર બ્રિજ ખૂલે તેવી શક્યતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ ત્રણ વર્ષ બાદ રૂ.107.86 કરોડના ખર્ચે તૈયાર થયેલો 735 મીટર લાંબા વાડજ ફ્લાયઓવર આવતીકાલે 24 મી સપ્ટેમ્બરથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાવાની તૈયારીમાં છે. હાલમાં બ્રિજ પર કલરકામ, લાઈટિંગ અને આખરી ઓપ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તમામ તૈયારીઓ આટોપીને આ મહત્વકાંક્ષી બ્રિજ આવતીકાલે સવારે 10-00 કલાકે CM ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવાય તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.

આ નવો 4-લેન વાડજ ફ્લાયઓવર બ્રિજ શરૂ થવાથી દરરોજ આ માર્ગ પરથી પસાર થતાં 2 લાખથી વધુ વાહનચાલકોને સીધો અને મોટો ફાયદો થશે. અત્યાર સુધી પીક અવર્સ દરમિયાન વાડજ જંકશન અને આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેના કારણે વાહનચાલકોનો ઘણો સમય વેડફાતો હતો. હવે આ બ્રિજ ચાલુ થઈ જવાથી વાહનચાલકોને ટ્રાફિક જામની ઝંઝટમાંથી કાયમી છુટકારો મળશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય અને ઈંધણ બંનેની મોટી બચત થશે.

ખાસ કરીને વાડજથી ગાંધીઆશ્રમ તરફ જતાં અને આવતાં માર્ગ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટી જશે. ગાંધીઆશ્રમ પુનર્વિકાસ પ્રોજેક્ટ અને આસપાસના વિસ્તારોની અવરજવરને ધ્યાનમાં રાખીને આ બ્રિજ વાહનચાલકો માટે અત્યંત ચાવીરૂપ સાબિત થશે. બ્રિજ ખુલ્લો મુકાતાં જ આ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સુગમ, ઝડપી અને સુરક્ષિત બનશે, જેને પગલે સ્થાનિક રહીશો અને દૈનિક અપ-ડાઉન કરતા શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...