Friday, September 25, 2026

નવા વાડજના જોગણી માં યુવક મંડળ દ્વારા જાણીતા ‘ધરતીનો છેડો’ વૃદ્ધાશ્રમની મુલાકાત: વડીલોની સેવા સાથે રૂ 51,000નું દાન અર્પણ

spot_img
Share

અમદાવાદ : નવા વાડજના જોગણી માં યુવક મંડળ દ્વારા તાજેતરમાં જલજીલણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ) નિમિત્તે ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને નદીમાં સ્નાન કરાવ્યા બાદ પરત ફરતી વખતે મંડળના સભ્યોએ લવાલ ખાતે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન સંચાલિત ‘ધરતીનો છેડો’ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.

મંડળના જાણીતા આગેવાન રાજુભાઈ માતાજીની આગેવાની હેઠળ 50થી વધુ ભાઈ-બહેનોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં નિવાસ કરતા વડીલો સાથે આત્મીય મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સભ્યોએ વડીલો સાથે સમય વિતાવ્યો તેમજ તેમના જીવનના અનુભવો, સંઘર્ષ અને સંસ્મરણો સાંભળ્યા હતા. વડીલો સાથેની આ મુલાકાત દરમિયાન અનેક લાગણીસભર ક્ષણો સર્જાઈ હતી.

મંડળના આગેવાન રાજુભાઈ માતાજીએ જણાવ્યું હતું કે, ધાર્મિક યાત્રા સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવસેવાનો સંદેશ પણ જોડાય તે હેતુથી વૃદ્ધાશ્રમની મુલાકાત લેવામાં આવી હતી. વડીલો સાથે થોડો સમય વિતાવવાથી તેમના જીવનના અનુભવો જાણવા મળ્યા અને સમાજમાં વડીલો પ્રત્યે સ્નેહ, સન્માન અને સંવેદનાની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ મળ્યો.

આ પ્રસંગે મંડળના સભ્ય અનિલ ઠાકોરે મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને ‘માનવતાનો મહાયજ્ઞ’ ગણાવી હતી. વૃદ્ધોની સ્થિતિ અંગે વાત કરતા તેઓ ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે, ‘‘જે વડીલોને તેમના સંતાનોએ તરછોડી દીધા છે, તેમના માટે મહિપતસિંહ ચૌહાણ શ્રવણ બનીને સેવા કરી રહ્યા છે.’’

મુલાકાત દરમિયાન જોગણી માં યુવક મંડળ દ્વારા વૃદ્ધાશ્રમને રૂ.51,000ની દાન સહાય પણ અર્પણ કરવામાં આવી હતી. મંડળના 50થી વધુ ભાઈ-બહેનોએ વડીલો સાથે આત્મીય સંવાદ કરી તેમના જીવનના અમૂલ્ય અનુભવો સાંભળ્યા અને સ્નેહભરી ક્ષણો વિતાવી હતી.

નવા વાડજનું જોગણી માં યુવક મંડળ છેલ્લા 11 વર્ષથી જલજીલણી એકાદશી (ભાદરવા સુદ અગિયારસ) નિમિત્તે અલગ-અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. આ પ્રસંગે ભગવાનને નદીમાં સ્નાન કરાવવાની પરંપરા મંડળ દ્વારા જાળવી રાખવામાં આવી છે.

આ વર્ષે ધાર્મિક યાત્રા સાથે વૃદ્ધાશ્રમની મુલાકાત અને સેવાકીય પ્રવૃત્તિને જોડીને મંડળે સમાજમાં માનવતા અને વડીલો પ્રત્યે સન્માનનો સંદેશ આપ્યો હતો.

મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર વૃદ્ધાશ્રમ પૂરતી મર્યાદિત નથી. સંસ્થા દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

‘ધરતીનો છેડો’ વૃદ્ધાશ્રમમાં દીકરા-વહુ સહિતના પરિવારજનો દ્વારા તરછોડાયેલા 1,000થી વધુ વૃદ્ધો આશરો લઈ રહ્યા હોવાનું સંસ્થા તરફથી જણાવાયું છે. સંસ્થા મુજબ, દરરોજ સરેરાશ 10 જેટલા નવા વૃદ્ધો સહારા માટે અહીં આવતા હોય છે.

આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે પણ કામગીરી કરવામાં આવી રહી છે. 500થી વધુ બાળકો માટે રહેવા અને જમવાની સુવિધા સાથે હોસ્ટેલ ચલાવવામાં આવે છે. કુમાર અને કન્યા માટે અલગ છાત્રાલયની વ્યવસ્થા સાથે શૈક્ષણિક સેવાઓ પણ આપવામાં આવી રહી છે.

સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં વિવિધ જ્ઞાતિની 100થી વધુ અનાથ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી તેમનું ઘર વસાવવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. સાથે જ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સંસ્થા દ્વારા સહાય કરવામાં આવે છે. જિલ્લામાં અભ્યાસ કરતી અનાથ દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી રહ્યો છે, જેથી આ દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બની શકે.

જોગણી માં યુવક મંડળની આ મુલાકાતે ધાર્મિક આસ્થા સાથે સેવાભાવ અને માનવતાનું સુંદર સંયોજન રજૂ કર્યું હતું. વડીલો સાથે વિતાવેલી સ્નેહભરી પળો અને રૂ. 51000 ની સહાય દ્વારા મંડળે સમાજમાં ‘સેવા એ જ સાચી સાધના’નો સંદેશ આપ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...