Friday, October 16, 2026

નવા વાડજમાં AMC દ્વારા સમગ્ર પશ્ચિમ ઝોનનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : 1,485 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો

spot_img
Share

મદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા ગુજરાત સરકારના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે 16 મી એ નવા વાડજ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. જોઈતારામ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 1,956થી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન વ્યક્તિગતલક્ષી 56 સેવાઓ અંતર્ગત કુલ 1,485 અરજીઓ મળી હતી, જેનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટમાં પારદર્શિતા વધારવા અને નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળે મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ આર. પટેલ, સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, પ્રદેશ ઇન્ચાર્જ તથા પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ મ્યુનિસિપલ કાઉન્સિલરો, સમિતિઓના ચેરમેન તથા ડેપ્યુટી ચેરમેન, પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો અને અન્ય પદાધિકારીઓએ નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો. વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી નાગરિકોને ક્યાંથી મળી અને આ યોજનાઓ તેમના જીવનમાં કેટલી ઉપયોગી બની છે તે અંગે જાણકારી મેળવી હતી. સાથે જ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓને પોતાના અનુભવો અન્ય નાગરિકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી, જેથી વધુમાં વધુ લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ શકે.

સેવા સેતુ કાર્યક્રમમાં પીએમજે હેઠળની સેવાઓ, હેલ્થ વેલનેસ કાર્ડ, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, પ્રોપર્ટી ટેક્સ અને પીએમ સ્વનિધિ યોજના સહિતની સેવાઓ માટે કામગીરી કરવામાં આવી હતી. પીએમજે સંબંધિત 110, હેલ્થ વેલનેસ કાર્ડ માટે 748, આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે 50, પ્રોપર્ટી ટેક્સ માટે 92 અને પીએમ સ્વનિધિ યોજના માટે 327 અરજીઓ સહિત વિવિધ સેવાઓ માટે નાગરિકોએ લાભ લીધો હતો.

નાગરિકોને સરકારી સેવાઓ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેમની અરજીઓનો ઝડપી નિકાલ થાય તે દિશામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્થળ પર જ અરજીઓનો હકારાત્મક નિકાલ થતાં નાગરિકોને રાહત મળી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...