Wednesday, October 21, 2026

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 51 ફૂટના રાવણનું દહન, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું પણ દહન કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એઈસી ગ્રાઉન્ડ ખાતે દશેરાની ઉજવણીના ભાગરૂપે 50 થી 51 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું.જ્યારે મેઘનાથ અને કુંભકર્ણના 35 ફૂટ ઊંચા પૂતળાનું પણ દહન કરાયું.રાવણ દહનની સાથે આતશબાજી અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતુ. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમ મહેમાન બન્યાં હતા. શહેરના મેયર હિતેશ બારોટ સહિત મોટા ભાગના ભાજપના નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં થલતેજ વિસ્તારમાં દુરદર્શન ટાવર પાસે આવેલા એઈસી ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૫૨ ફૂટ ઊંચા રાવણના પૂતળું તૈયાર કરવામાં આવ્યું હતું. રાવણની સાથે સાથે 35 થી 40 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાઓનું પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે દહન કરવામાં આવ્યું હતું. તેમણે આધુનિક તકનીકથી રિમોટનું બટન દબાવીને મેઘનાદ, કુંભકર્ણ અને રાવણના મહાકાય પૂતળાનું દહન કર્યું હતું.

અમદાવાદમાં પહેલી વખત આટલા મોટા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. લગભગ એક અઠવાડિયાથી રાવણ દહનના કાર્યક્રમ અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ માટે શહેરના તમામ ધારાસભ્યો અને નેતાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદના તમામ નાગરિકોને રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાવણ દહન ઉપરાંત શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજયાદશમી મહોત્સવ-2026 અંતર્ગત અમદાવાદમાં ડાયરો અને રાવણદહનના કાર્યક્રમ યોજાયો હતો. સાંઇરામ દવેની ટીમ દ્વારા ડાયરો પ્રસ્તુત કરાયો હતો.વિશાળ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ ઉપરાંત અમદાવાદના ભાડજના હરે કૃષ્ણ મંદિર, ગાંધીનગર ખાતે ભવ્ય રાવણદહન અને રામલીલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટ ઊંચાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...