Thursday, October 22, 2026

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સરકારનો મોટો નિર્ણય, સરકારી શાળામાં મંજૂરી વિના પ્રવેશ અને ફોટો-વિડીયોગ્રાફી પર પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા, ગોપનીયતા અને સલામતીને ધ્યાનમાં રાખીને શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં શાળા પરિસરમાં પ્રવેશ, મુલાકાતીઓની નોંધણી તેમજ વિદ્યાર્થીઓના ફોટો-વીડિયો ઉતારવા અને પ્રસારિત કરવા અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, 21 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર થયેલા પરિપત્ર મુજબ, હવેથી કોઈપણ બિનઅધિકૃત વ્યક્તિ કે બહારના વ્યક્તિએ સરકારી શાળાની મુલાકાત લેવા માટે અગાઉથી લેખિત મંજૂરી મેળવવી પડશે. આ ઉપરાંત, શાળા પરિસરમાં આવતા દરેક મુલાકાતીઓની નોંધ રાખવા માટે તમામ શાળાઓમાં ‘વિઝિટર રજિસ્ટર’ રાખવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી શાળામાં કોણ આવે છે અને કોને મળે છે તેની સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે.

આ પરિપત્ર મુજબ શાળાના પરિસરમાં પરવાનગી વિના ફોટા પાડવા કે વિડિયો રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. તેમજ જે વ્યક્તિઓ આ નિયમોનું ઉલ્લંઘન કરીને શાળામાં પ્રવેશ કરશે અથવા અધિકૃત પરવાનગી વિના ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નવા નિયમોના અમલીકરણથી શાળાઓમાં બિનજરૂરી દખલગીરી અટકશે અને શૈક્ષણિક કાર્ય સુચારૂરૂપે ચાલી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...