Thursday, October 22, 2026

કાંકરિયા કાર્નિવલ પહેલા ખુલ્લું મુકાશે અનોખું કેન્ડી વર્લ્ડ, ચોકલેટનો મહેલ, મેઘધનુષી લપસણી આકર્ષણનું કેન્દ્ર બનશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે મનોરંજનનો મહાઉત્સવ ગણાતો કાંકરિયા કાર્નિવલ-2026 આગામી ડિસેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે યોજાશે. જેની તૈયારીના ભાગરુપે વિવિધ આકર્ષણો ઉભા કરવાની તંત્ર દ્વારા કામગીરી શરુ કરી દેવામાં આવી છે, તેની કડીના ભાગરુપે કાંકરિયા લેકફ્રન્ટ પાસે ગેટ નંબર 2 પાસેની ખુલ્લી જગ્યામાં PPP મોડેલ હેઠળ રંગબેરંગી ‘કેન્ડી વર્લ્ડ’નું નિર્માણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જે બાળકોમાં ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે.

રિપોર્ટ મુજબ, આ સમગ્ર પાર્કમાં ચોકલેટ, લોલીપોપ અને આઈસ્ક્રીમના કાલ્પનિક આકારોવાળા બાંધકામ, મનોરંજક રાઈડ્સ તેમજ સાહસિક રમતો ઊભી કરાશે. પાર્કનું મુખ્ય કેન્દ્રબિંદુ ભવ્ય ‘ચોકલેટ મહેલ’ હશે, જેમાં પ્રવેશતાં જ બાળકોને વાર્તાઓની દુનિયા જેવો માહોલ મળશે.ઉપરાંત 28 મીટર લાંબી 12 પટ્ટાવાળી રેઈનબો લપસણી, ભૂતિયા કેન્ડી હાઉસ, હવામાં ચાલવાનો અહેસાસ કરાવતી કેન્ડી ક્રૂઝ, નાનું ચકડોળ, સાબુના પરપોટા સાથે રમવાનો બબલ ઝોન, આઈસ્ક્રીમ લેન્ડ બનાવાશે. કાંકરિયા કાર્નિવલ પહેલા આ પાર્ક તૈયાર કરવામાં આવશે.

ઉત્સાહી અને રમતપ્રેમી યુવાઓ માટે રંગબેરંગી નિયોન લાઈટ્સવાળી બે આધુનિક પિકલબોલ કોર્ટનું નિર્માણ કરાશે. ખાસ કરીને લોકો માટે સેલ્ફી પોઈન્ટ્સ, કેન્ડી થીમનું સુંદર પ્રવેશદ્વાર, જાહેર શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.પહેલીવાર લોકો ચોકલેટ અને પિપરમેન્ટની દુનિયામાં ફરશે. લોકો સરળતાથી ફોટોગ્રાફી કરશે. કાંકરિયામાં ફરવા આવનારા લોકોને એક અલગ અનુભ‌વર થશે. આ વર્ષે થનારા કાંકરિયા કાર્નિવલમાં લોકો તેમાં જઇને ફોટોગ્રાફી કરી શકશે અને માણી પણ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...