Thursday, October 29, 2026

અમદાવાદમાં પ્રદૂષણ સામે AMCનું એક્શન, ગ્રીન નેટ ન લગાવતાં 11 ઓનગોઈંગ કન્સ્ટ્રક્શન સાઈટો સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને બાંધકામ દરમિયાન હવાના પ્રદૂષણને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ચાંદલોડિયામાં પરવાનગી વિના ગેસ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી જગ્યા સીલ કરવામાં આવી છે. બીજી તરફ, ગ્રીન નેટ લગાવવાની સૂચનાનું પાલન ન કરતી ગોતા અને થલતેજ વિસ્તારની 11 બાંધકામ સાઇટને પણ સીલ કરવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને થલતેજના વિસ્તારોમાં ચાલતી ઓન ગોઇંગ કન્સ્ટ્રકશન સાઈટો ઉપર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવા પ્રદુષણ ન ફેલાય તેના માટે ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઇટ પર ગ્રીન નેટ લગાવવા માટેની સૂચના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી હોવા છતાં પણ કાર્યવાહી ન કરવામાં આવતા 11 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત ‘અતિથિ ગોકુળ’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ સામે પણ ગ્રીન નેટના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, આ સાઇટને સીલ કરવાને બદલે રૂ.25,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ચાંદલોડિયાના ચામુંડા નગરમાં આવેલી ‘સુવિધા ગેસ સર્વિસ’ની જગ્યાનો જરૂરી પરવાનગી વિના ગેસ ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. આ મામલે AMCના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે અગાઉ નોટિસ આપી હતી. જોકે, નોટિસ બાદ પણ જગ્યાનો ગોડાઉન તરીકે ઉપયોગ ચાલુ રહેતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તેને સીલ કરી દીધું હતું.

શહેરમાં પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પણ અનેક જગ્યાએ બાંધકામની કામગીરી ચાલી રહી છે. આવા સ્થળોએ પણ પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરાવવું જરૂરી છે. ત્યારે ઉત્તર પશ્ચિમ ઝોનની જેમ અન્ય ઝોનમાં પણ આવી કાર્યવાહી થઈ રહી છે કે નહીં, તે અંગે સવાલ ઊભા થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...