Thursday, November 26, 2026

રાણીપથી “શ્રી રૂદાતલા ગણેશ પગપાળા સંઘ”નું ભક્તિમય પ્રસ્થાન, 100 થી વધુ યાત્રાળુઓ સંઘમાં જોડાયા

spot_img
Share

અમદાવાદ: શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી હરિદર્શન સોસાયટી ખાતે સ્વ. શિવદાસ પટેલ, સ્વ. જયંતીભાઈ શિવદાસ પટેલ તથા ભાજપના અગ્રણી મનીષભાઈ પટેલ પરિવાર દ્વારા રાણીપથી રૂદાતલા ગણપતિ મંદિર સુધીના 21 મા પદયાત્રા (પગપાળા) સંઘનું ભવ્ય અને ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગત 25 મી એ બુધવારના રોજ હરિદર્શન સોસાયટી, રાણીપ ખાતેથી 100 થી વધુ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ‘શ્રી રૂદાતલા ગણેશ પગપાળા સંઘ’નું ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે પ્રસ્થાન કરાયું હતું. ‘ગણપતિ બાપા મોરિયા’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

પદયાત્રા સંઘના મુખ્ય આયોજક મનીષભાઈ પટેલે સંપૂર્ણ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ગણપતિ દાદાના રથને ખેંચીને સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સમયે ઉપસ્થિત ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પદયાત્રામાં જોડાઈ ગણપતિ દાદા પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે પદયાત્રા સંઘના આયોજનના ભાગરૂપે અગાઉ 23મી નવેમ્બર, સોમવારના રોજ ધજા પૂજનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે આગામી 27મી નવેમ્બર, શુક્રવારના રોજ સવારે 6 વાગ્યે રૂદાતલા ગણપતિ મંદિરે ધજા આરોહણનો પવિત્ર કાર્યક્રમ યોજાનાર છે.

આ સમગ્ર આયોજનમાં પટેલ પરિવાર દ્વારા વર્ષોની પરંપરા અને ધાર્મિક આસ્થાને જાળવી રાખી ભક્તિમય વાતાવરણમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન ગણપતિ દાદાના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું.

અમદાવાદ શહેરથી 60 કિલોમીટર દૂર દેત્રોજના રૂદાતલનું ગણેશ મંદિર 1200 વર્ષ જૂનું અને પ્રાચીન છે. ગણેશજી આ મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે બિરાજમાન થયાં છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ગણેશજીની ચતુર્થી ભરવા આવતા હોય છે. દર મંગળવારે વહેલી સવારે છ વાગ્યાથી મંદિરમાં દર્શન માટે લાઈનો લાગતી હોય છે.

એક દંતકથા પ્રમાણે રૂદાતલની પાસે સીતાપુરના પટેલોને એક પથ્થર મળ્યો હતો જે ગાડામાં મૂક્યા બાદ ગાડું આગળ ચાલી શક્યું ન હતું. ત્યારે એક પટેલને થયું કે, આ ગાડું પથ્થરનાં કારણે આગળ જતું નથી. તેમણે જેવો પથ્થર નીચે મૂક્યો અને ગાડું ચાલવા લાગ્યું હતું. ત્યાર બાદ અહીં ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...