Wednesday, November 25, 2026

અમદાવાદમાં SG હાઈવે પર પકવાન જંકશન બનશે સિગ્નલ ફ્રી, વાહનચાલકોનો 9 મિનિટનો સમય બચશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પકવાન ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પકવાન ચાર રસ્તાને સિગ્નલ ફ્રી બનાવવાની યોજના અંતર્ગત એસબીઆરથી બોડકદેવ તરફ અને બોડકદેવથી એસબીઆર તરફ જતા વાહનોની સીધી અવરજવર બંધ કરવામાં આવશે. તેના બદલે વાહનચાલકો માટે ફ્રી લેફ્ટ ટર્ન અને કેપ્સ્યુલ કટ સાથે યુ-ટર્નની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, પકવાન ચાર રસ્તા પરથી દરરોજ અંદાજે 75 હજારથી એક લાખ વાહનો પસાર થાય છે. હાલ અહીં ટ્રાફિક સિગ્નલ પર વાહનચાલકોને મહત્તમ સરેરાશ 153 સેકન્ડ સુધી લાલ સિગ્નલની રાહ જોવી પડે છે, જ્યારે ગ્રીન સિગ્નલનો સમય આશરે 30 સેકન્ડનો છે. આના કારણે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન લાંબી વાહનોની કતારો સર્જાય છે.

કેપ્સ્યુલ કટ બનાવવાની કામગીરી શરૂ

નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવા માટે ફ્લાયઓવરની શરૂઆત પાસે બંને તરફ આવેલા યુ-ટર્ન પોઇન્ટ પર કેપ્સ્યુલ કટ બનાવવાની તેમજ જરૂરી જગ્યાએ જૂની વ્યવસ્થામાં ફેરફાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થા કાર્યરત થયા બાદ થલતેજથી ઇસ્કોન તરફ જતા વાહનોને ચાર રસ્તા પર સિગ્નલ માટે રોકાવું નહીં પડે અને તેઓ સીધા પસાર થઈ શકશે.

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર આ ફેરફારથી વાહનચાલકોનો અંદાજે નવ મિનિટનો સમય બચશે. સાથે જ સિગ્નલ પર વાહનો ઊભાં રહેવાને કારણે બળતણનો થતો બગાડ પણ ઘટશે.

દર મહિને રૂ.750થી 1,000 સુધીની ઇંધણ બચતનો અંદાજ

આ અંગે ડીસીપી ટ્રાફિક નરેશ કંજારિયાએ જણાવ્યું હતું કે, પાકવાન ચાર રસ્તા બંધ કરીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવાથી વાહનચાલકોનો નવ મિનિટનો સમય બચશે. કાર અને ટુ-વ્હીલર સહિતના વાહનો માટે દર મહિને સરેરાશ રૂ.750થી રૂ.1,000 સુધીના ઇંધણની બચત થવાનો અંદાજ છે.

એસજી હાઈવે પર ચોથું સિગ્નલ ફ્રી જંકશન બનશે પાકવાન

પકવાન ચાર રસ્તા એસજી હાઈવે પર સિગ્નલ ફ્રી થનારું ચોથું જંકશન બનશે. આ પહેલાં પેલેડિયમ, કારગિલ અને સોલા સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પર આવી જ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

નવી વ્યવસ્થામાં વાહનચાલકોએ કયા રસ્તે જવું પડશે?

નવી ટ્રાફિક વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વાહનચાલકોએ નીચે મુજબ અવરજવર કરવાની રહેશે.

થલતેજથી બોડકદેવ તરફ: થલતેજના રેમ્પ પરથી નીચે આવતા વાહનોને ચાર રસ્તા પર સીધા જવાને બદલે ફ્રી લેફ્ટ ટર્ન મળશે.

થલતેજથી એસબીઆર તરફ: વાહનચાલકોએ સીધા આગળ જઈ ફ્લાયઓવરના બીજા છેડે યુ-ટર્ન લેવો પડશે અને ત્યારબાદ ડાબી તરફ વળીને એસબીઆર તરફ જવું પડશે.

બોડકદેવથી એસબીઆર તરફ: વાહનચાલકોએ ફ્રી લેફ્ટ ટર્ન લઈને નિર્ધારિત યુ-ટર્ન મારફતે એસજી હાઈવે પર પ્રવેશ કરી એસબીઆર તરફ આગળ વધવાનું રહેશે.

એસબીઆરથી બોડકદેવ તરફ: વાહનચાલકોએ ફ્રી લેફ્ટ ટર્ન લઈને એસજી હાઈવે પર આગળ વધવું પડશે. ત્યારબાદ ફ્લાયઓવરના છેડે આવેલા કેપ્સ્યુલ યુ-ટર્નથી વળીને ફરી ફ્રી લેફ્ટ ટર્ન મારફતે બોડકદેવ તરફ જવાનું રહેશે.

આમ, પકવાન ચાર રસ્તા પર સીધા ટ્રાફિકની અવરજવર બંધ કરીને વૈકલ્પિક યુ-ટર્ન અને ફ્રી લેફ્ટ ટર્નની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ફેરફારથી એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે વાહનચાલકોનો સમય અને ઇંધણ બંનેની બચત થવાની અપેક્ષા છે. જોકે નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ બોડકદેવ અને એસબીઆર તરફ જતા વાહનચાલકોએ નવા યુ-ટર્ન રૂટ અને ટ્રાફિક સૂચનાઓનું ખાસ ધ્યાન રાખવું પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...