અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થતા અત્યંત લોકપ્રિય ‘ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2027’ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરીજનો અને રાજ્યભરના પ્રવાસીઓ જેના આકર્ષક સ્થાપત્યો અને વિદેશી ફૂલોની ઝાંખી જોવા આતુર હોય છે તે ફ્લાવર શો આ વર્ષે જાન્યુઆરી માસમાં યોજવાનું આયોજન કરાયું છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા જાન્યુઆરી 2027 માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર ઈન્ટરનેશનલ ફ્લાવર શો-2027 માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ફ્લાવર શોની પ્રવેશ ટિકિટના દરમાં રૂ.50 સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ અંગે 25 નવેમ્બરે મળનારી રીક્રીએશન કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
આગામી ફ્લાવર શોમાં 12 વર્ષથી વધુ ઉંમરના મુલાકાતીઓ માટે સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ટિકિટનો દર રૂ.120 અને શનિવાર-રવિવાર દરમિયાન રૂ.150 રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત 25 નવેમ્બરે મળનારી AMC રીક્રીએશન કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. કમિટીની મંજૂરી બાદ જ નવા દર અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આશરે 1 મહિના સુધી ચાલતા ઈન્ટરનેશનલ ફ્લાવર શો પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અહીં વિવિધ ફૂલોની પ્રતિકૃતિઓ, થીમ આધારિત આકર્ષણો અને ફૂલોથી તૈયાર કરવામાં આવેલ વિશેષ રચનાઓ મુલાકાતીઓ માટે મૂકવામાં આવે છે. વર્ષ 2026 માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટ સોમવારથી શુક્રવાર દરમિયાન રૂ.80 અને શનિવાર-રવિવાર તથા જાહેર રજાના દિવસે રૂ.100 રાખવામાં આવી હતી.
વર્ષ 2025માં સોમવારથી શુક્રવારનો ટિકિટ દર રૂ.70 અને શનિવાર-રવિવારનો દર રૂ.100 હતો. આ વર્ષે સોમવારથી શુક્રવારના દરમાં રૂ.40 અને શનિવાર-રવિવારના દરમાં ₹50 જેટલો વધારો સૂચવવામાં આવ્યો છે. જોકે, રીક્રીએશન કમિટીના ચેરમેન દ્વારા દરખાસ્તમાં ફેરફાર કરીને ટિકિટના દરમાં વધારો કે ઘટાડો કરવામાં આવી શકે છે.
ફ્લાવર શોની મુલાકાત સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા અટલ બ્રિજની મુલાકાત લેવા ઇચ્છતા લોકો માટે અગાઉ કોમ્બો ટિકિટનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને વર્ષ 2026 માં ફ્લાવર શોની સામાન્ય ટિકિટથી અલગ ફ્લાવર શો અને અટલ બ્રિજ બંનેની મુલાકાત માટે સંયુક્ત ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગત વર્ષે પણ ટિકિટના દરમાં વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જોકે, તે સમયે ફ્લાવર શોની ટિકિટના દર રૂ.80 અને રૂ.120 રાખવામાં આવ્યા હતા. હવે આગામી ફ્લાવર શો માટે કોમ્બો ટિકિટના દર રૂ.100 અને રૂ.130 રાખવામાં આવી શકે છે. આ દર અંગે પણ અંતિમ નિર્ણય થવાનો બાકી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોના આયોજન પાછળ દર વર્ષે ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અમદાવાદના ફ્લાવર શો પાછળ કુલ રૂ.52.19 કરોડનો ખર્ચ થયો છે. હવે જાન્યુઆરી 2027 માં યોજાનાર ફ્લાવર શો માટે ટિકિટનાનવા દર અંગે 25 નવેમ્બરે મળનારી રીક્રીએશન કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.


