Tuesday, November 24, 2026

અમદાવાદના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, કાલુપુર રેલવે સ્ટેશનનું પાર્કિંગ બદલાયું, એલિવેટેડ રોડ પણ બંધ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશનના ચાલી રહેલા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મુસાફરોની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં આવેલો એલિવેટેડ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે સંકળાયેલી પાર્કિંગ સુવિધાઓને દક્ષિણ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (સાઉથ MMTH) બિલ્ડિંગમાં ખસેડવામાં આવી છે. આ સાથે જ જખવાડા-વિરોચનનગર સ્ટેશનો વચ્ચેનું સચાણા રેલવે ફાટક પણ 29 નવેમ્બર રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરાયો છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે સ્ટેશન પરિસરમાં આવેલા એલિવેટેડ રોડને બંધ કરવામાં આવ્યો છે. આ રોડ બંધ રાખવાનું મુખ્ય કારણ નોર્થ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું (North MMTH) નિર્માણ કાર્ય છે. એલિવેટેડ રોડની બાજુમાં અગાઉ વાહનો માટે ઉપલબ્ધ પાર્કિંગની વ્યવસ્થા પણ ખસેડવામાં આવી છે. હવે મુસાફરો અને વાહનચાલકોએ પાર્કિંગ માટે સાઉથ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનો (South MMTH) ઉપયોગ કરવાનો રહેશે.

કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અને વાહન માલિકોને નવી પાર્કિગ વ્યવસ્થાનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ચાલુ હોવાથી મુસાફરોને વાહન પાર્ક કરવા માટે સાઉથ MMTH તરફ જવું પડશે. નોર્થ MMTH નું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્ટેશન પરિસરની અવરજવર અને પાર્કિંગ વ્યવસ્થામાં ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ આયોજન કરવું જરૂરી છે.

અન્ય એક નિર્ણય મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જખવાડા-વિરોચનનગર સ્ટેશનો વચ્ચેના સચાણા રેલવે ફાટક પર સમારકામ અને જાળવણીની કામગીરીને કારણે 24 નવેમ્બર સવારે 8 વાગ્યાથી 29 નવેમ્બર રાત્રે 8 વાગ્યા સુધી અવરજવર માટે બંધ રહેશે. જ્યારે ભારે વાહનચાલકો સોકલી રેલવે ફાટક અને ખોડા રેલવે ફાટક મારફતે તેમજ હળવા વાહનચાલકો વિરોચનનગર રેલવે ફાટક મારફતે અવરજવર કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...