Monday, November 23, 2026

અમદાવાદમાં નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહના માધ્યમથી BJPનું શક્તિ પ્રદર્શન, એકસાથે તમામ 182 વિધાનસભા બેઠકો પર યોજાયા કાર્યક્રમો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર એકસાથે અને એક જ સમયે યોજાયેલા આ કાર્યક્રમોના માધ્યમથી BJPએ સંગઠનની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમોના માધ્યમથી પક્ષના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા.

રિપોર્ટ મુજબ, નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમણે ભાજપના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. રાજ્યની અલગ-અલગ વિધાનસભા બેઠકો પર યોજાયેલા કાર્યક્રમોમાં સ્થાનિક સ્તરના કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સંગઠનના વિવિધ સ્તરે કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધવાનો અને પક્ષની કામગીરીને વધુ અસરકારક બનાવવાનો રહ્યો હતો.

અમદાવાદ શહેરના ઓગણજ વિસ્તારમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મીય સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મેયર હિતેશ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની શુભેચ્છાઓના આદાન-પ્રદાન સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને શુભેચ્છકો જોડાયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે ગુજરાતનું આ સ્નેહમિલન માત્ર 182 વિધાનસભા બેઠકોનું નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું સ્નેહમિલન છે. આપણે સૌએ લોકોનો સ્નેહ જીતવાનો છે. જનસેવાથી રાષ્ટ્રસેવા અને રાષ્ટ્ર સર્વોપરી એ જ આપણી વિચારધારા અને મંત્ર છે.

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. રાજ્યની તમામ બેઠકો પર એકસાથે સ્નેહમિલન કાર્યક્રમો યોજીને પક્ષે સ્થાનિક નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચે સંપર્ક મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.આ કાર્યક્રમો દ્વારા ચૂંટણી પૂર્વે સંગઠનને સક્રિય રાખવા, કાર્યકર્તાઓ સાથે સંવાદ વધારવા અને સ્થાનિક સ્તરે પક્ષની પહોંચ જાળવી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...