Saturday, November 21, 2026

અમદાવાદમાં માત્ર રુ. 3.30 લાખમાં પ્રાઈવેટ જેવી સુવિધાઓ વાળો 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે ફરી ડ્રો, જાણો A ટુ Z માહિતી

spot_img
Share

અમદાવાદ : દિન પ્રતિદિન શહેરમાં હાઇરાઇઝ બિલ્ડીંગો બની રહી છે અને મકાનો મળવા હવે ખૂબ મોંઘા થઈ રહ્યા છે ત્યારે આર્થિક રીતે નબળા લોકોને ઘરનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવી રહ્યા છે.આવાસ યોજના (શહેરી) અંતર્ગત તૈયાર થયેલા અને વિવિધ કારણોસર ખાલી રહેલા કુલ 434 ઈડબલ્યુએસ ફલેટ માટે ફરીથી ડ્રો યોજવાનો નિર્ણય લેવાયો છે, જેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાંચ વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બનાવેલા ફ્લેટમાંથી 434 જેટલા ખાલી રહેલા ફ્લેટનો ફરીથી ડ્રો કરી ફાળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. થલતેજ, સોલા, નિકોલ, ઓઢવ, ગોતા, અસલાલી, ચાંદખેડા અને મકરબામાં ઓછી આવક ધરાવનારા લોકો માટે EWS આવાસ યોજનાના ફ્લેટોને મેન્ટેનન્સ સાથે રૂ. 3.30 લાખમાં આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકાશે.

આ સરકારી આવાસોનું બાંધકામ અને સુવિધાઓ કોઈ ખાનગી ફ્લેટથી કમ નથી:

ફ્લેટની સાઈઝ: 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા (33 થી 35 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા) ધરાવતા ફ્લેટમાં એક ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન અને કોમન ટોઈલેટની વ્યવસ્થા છે.

કોમન સુવિધાઓ: દરેક બ્લોકમાં લિફ્ટ, વિશાળ પાર્કિંગ, ફાયર સેફ્ટી, ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન અને આંગણવાડીની સુવિધા અપાઈ છે. ઉપરાંત, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે મોટાભાગની સ્કીમની બહાર શોપિંગ સેન્ટર (દુકાનો) પણ આવેલી છે.

અરજી કરવાની તારીખ, ડિપોઝિટ અને હપ્તાની સરળ સમજૂતી
ઈચ્છુક અરજદારો 20 નવેમ્બરથી 3 જાન્યુઆરી, 2027 સુધી AMCની સત્તાવાર વેબસાઈટ (https://housingapplicationform.ahmedabadcity.gov.in/) પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

ડિપોઝિટ અને પેમેન્ટ પ્લાન: ફોર્મ ભરતી વખતે રૂ. 7,500 ડિપોઝિટ ભરવાની રહેશે. ડ્રોમાં નામ લાગ્યા બાદ 3 મહિનામાં મકાનની કુલ કિંમતના 20% રકમ (ડિપોઝિટ બાદ કરીને) ભરવાની રહેશે. બાકીની 80% રકમ એક વર્ષમાં 10 એકસરખા હપ્તામાં જે-તે બેંકમાં ભરપાઈ કરવાની રહેશે. સંપૂર્ણ રકમ અને મેન્ટેનન્સ ડિપોઝિટ ભર્યા બાદ દસ્તાવેજ કરીને કબજો સોંપાશે.

કોણ અરજી કરી શકે? (પાત્રતા અને શરતો)
આવક મર્યાદા: અરજદારના કુટુંબની (પતિ, પત્ની અને અપરિણીત બાળકો) સંયુક્ત વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી હોવી ફરજિયાત છે.
માલિકીની શરત: ભારત દેશમાં અરજદાર કે તેમના પરિવારના કોઈ પણ સભ્યના નામે પાકું મકાન કે જમીનનો પ્લોટ ન હોવો જોઈએ. (પુખ્ત વયનો સભ્ય વૈવાહિક દરજ્જાને ધ્યાને લીધા વિના અરજી કરી શકે છે).

અન્ય યોજનાનો લાભ: અરજદારે અગાઉ PMAY ના ચાર ઘટકો (AHP, BLC, CLSS, ISSR) કે મુખ્યમંત્રી ગૃહ યોજના (MMGY) હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ, અન્યથા ફાળવણી રદ થશે.

મકાનધારકોને AMCની મોટી તાકીદ
AMC દ્વારા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે મકાનનો કબજો મળ્યાના મહત્તમ 6 મહિનામાં લાભાર્થીએ ત્યાં રહેવા જવું પડશે (વિલંબ થાય તો AMCને આગોતરી જાણ કરવી પડશે). જો સ્થળ તપાસ દરમિયાન મકાન ભાડે આપેલું કે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ વાપરતી હોવાનું જણાશે, તો પંચનામું કરીને તાત્કાલિક અસરથી ફ્લેટનું પઝેશન પરત ખેંચી લેવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...