Saturday, November 21, 2026

અમદાવાદમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટી લેતી શાતિર ત્રિપુટી ઝડપાઈ ; LCB ઝોન-1ને મળી મોટી સફળતા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાંથી નિર્દોષ મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગનો અમદાવાદ શહેર પોલીસની LCB ઝોન-1ની ટીમે પર્દાફાશ કર્યો છે. રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને અન્ય મુસાફરો સાથે લૂંટ કરતી ગેંગના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે ગેંગનો એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરમાં LCB ઝોન-1ની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને મળેલી સંયુક્ત બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (1) સાકીરહુસેન શેખ ઉર્ફે પેઇન્ટર, (2) રહેમતખાન ઉર્ફે મોસીન મીઠા અને (3) શાહિદખાન કરીમભાઈ બેલીમનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ કડી, મહેસાણા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અલીખાન છોટખાન પઠાણ નામનો આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો મુજબ, પકડાયેલા આરોપીઓ રિક્ષામાં પેસેન્જર તરીકે બેસીને અન્ય મુસાફરોને નિશાન બનાવતા હતા અને તેમની સાથે લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાં આશરે 25 દિવસ પહેલાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલવામાં LCB ઝોન-1ની ટીમને સફળતા મળી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી શાહિદખાન કરીમભાઈ બેલીમ સામે કડી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધાયેલો છે. જ્યારે ફરાર આરોપી અલીખાન છોટખાન પઠાણ સામે કલોલ, કડી, અડાલજ, નડિયાદ ટાઉન, ચાંદખેડા અને મહેસાણા સહિતનાં પોલીસ સ્ટેશનોમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.

આ શાતિર ત્રિપુટીએ ભૂતકાળમાં અન્ય કેટલા મુસાફરોને આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ્યા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.અમદાવાદ શહેરમાં મુસાફરોને નિશાન બનાવી લૂંટ ચલાવતા તત્ત્વો સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...