Sunday, November 22, 2026

અમદાવાદીઓ માટે બુલેટ ટ્રેનનું સપનું હજી અધૂરું, 2027માં માત્ર આ બે શહેરો વચ્ચે દોડશે, રેલમંત્રી અશ્વિનીએ ટાઇમટેબલ જાહેર કર્યું

spot_img
Share

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે અમદાવાદીઓ માટે હજુ રાહ જોવી પડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના પ્રથમ રૂટનું ટાઈમટેબલ જાહેર કરી દીધું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, દેશની પ્રથમ બુલેટ ટ્રેન 2027ના છેલ્લા ક્વાર્ટરમાં (ઓક્ટોબરથી ડિસેમ્બર) શરૂ થઈ જશે. આ હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ સેક્શન ગુજરાતના સુરતથી વાપી વચ્ચે ખુલ્લો મૂકવામાં આવશે.ત્યારબાદ મુંબઈ-અમદાવાદ કોરિડોરને તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, પ્રોજેક્ટની અત્યાર સુધીની પ્રગતિ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, અત્યાર સુધીમાં 456 કિલોમીટર સુધી પિલરનું કામ અને 371 કિલોમીટર વાયડક્ટનું બાંધકામ પૂર્ણ થયું છે. 299 કિલોમીટરના વિસ્તારમાં 6 લાખ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. જ્યારે 206 કિલોમીટરના વાયડક્ટ પર 9,300 OHE માસ્ટ સ્થાપિત કરાયા છે. આ ઉપરાંત આઠ સ્ટેશનોનું સિવિલ બાંધકામ પૂર્ણ થયું છે અને હાલમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી, સુરત અને થાણેના ત્રણેય રોલિંગ સ્ટોક ડિપોનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં કુલ 21 કિલોમીટર લાંબી સુરંગ બનાવવામાં આવી રહી છે. જેમાંથી 7 કિલોમીટરનો હિસ્સો દરિયાની નીચે થાણે ક્રીકમાંથી પસાર થશે. આ ટનલના નિર્માણ માટે જુલાઈ 2026માં વિક્રોલી અને સાવલી ખાતેથી બે ટનલ બોરિંગ મશીનો તૈનાત કરવામાં આવ્યાં છે.અંડર-સી ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી મશીનો વિશાળ કદની છે. દરેક મશીન ચાર માળની ઇમારત જેટલી ઊંચી અને 3,000 ટનથી વધુ વજન ધરાવે છે. તેનું વજન આશરે 500 એશિયન હાથીઓ જેટલું છે. આ મશીનોની લંબાઈ 96 મીટર છે, જે લગભગ પાંચ ક્રિકેટ પિચ જેટલી થાય છે.

રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ICF અને BEML દ્વારા સ્વદેશી B28 ટ્રેનસેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેન 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેનો પ્રથમ બોડી ફ્રેમ તૈયાર થઈ ગયો છે અને હાલ સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વર્ષ 2027ના મધ્ય સુધીમાં ટ્રેક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે. ત્યારબાદ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરાયેલી B35 ટ્રેન બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...