Thursday, June 25, 2026

AMCનો મહત્વનો નિર્ણય : અમદાવાદમાં અટલ બ્રિજ પર એક સાથે 3000 લોકો જ લઈ શકશે મુલાકાત

spot_img
Share

અમદાવાદ : મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે ત્યારે અમદાવાદમાં પણ આગમચેતીના પગલાં માટે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં લોકાર્પણ કરવામાં આવેલું અને આકર્ષણનું કેન્દ્ર બનેલા અટલ બ્રિજ અંગે પણ ફરમાન જારી કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર મુલાકાતીઓની સંખ્યા મર્યાદીત કરવામાં આવી છે. હવે દર કલાકે માત્ર 3000 હજાર મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

મોરબી દુર્ઘટના બાદ અમદાવાદના અટલ બ્રિજ પર આવતાં પ્રવાસીઓ અંગે પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અટલ બ્રિજ પર એક સાથે 3000 લોકો જ મુલાકાત લઈ શકશે. એક સાથે 3000થી વધારે લોકો મુલાકાત લઈ શકશે નહીં. ગઈકાલે 35 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. સવારે 9 વાગ્યાથી સાંજના 8.30 વાગ્યા સુધી ટિકિટ અપાઈ હતી.બ્રિજની હાલની ક્ષમતા તથા ટેક્નિકલ ક્ષમતા મુજબ એક સાથે 12 હજારથી વધુ મુલાકાતીઓ બ્રિજ પર ઉભા રહી શકે છે, છતાં હવેથી દર કલાકે વધુમાં વધુ 3000 મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...