Sunday, November 29, 2026

વાડજ વિસ્તારમાં સપ્લાય પહોંચે એ પહેલા ચાંદલોડિયા બ્રિજ નજીકથી ઝડપાયો 972 લીટર દેશી દારૂનો જથ્થો

spot_img
Share

અમદાવાદ : શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં SMC ની રેડ પડી છે. શહેરના ચાંદલોડિયા બ્રિજ નજીક ધનજીભાઈના કુવા પાસે જાહેર રોડ પરથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હોવાની વિગત સામે આવી છે. સ્ટેટ મોનિટરિંગ યુનિટે 972 લીટર દેશી દારૂ ઝડપ્યો છે અને અંદાજિત કિંમત રૂ. 1,94,400 નો દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા સાથે વાહન, 2 મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 4,53,150 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, ગાંધીનગર SMC ના પીઆઇ એ.જે. ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે કલોલમાં રહેતો નાગજી ભાટી ગાંધીનગર જિલ્લામાંથી અમદાવાદના વાડજ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો મોકલી રહ્યો છે. જેના આધારે ટીમે ચાંદલોડિયા બ્રિજ પાસે ધનજીભાઈના કૂવા નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. કારના આગળ અને પાછળના ભાગમાં પ્લાસ્ટિકના થેલામાં ભરેલો અંદાજે 972 લીટર દેશી દારૂ મળી આવતાં પોલીસે જથ્થા સાથે કારમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી હતી.પકડાયેલા આરોપીઓમાં અશ્વિન રાજપુત અને યોગેશ લુહારની ધરપકડ થઈ છે, જે બંને ગાંધીનગર જિલ્લાના કલોલના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 8 આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 972 લીટર દેશી દારૂ અને રૂ. 4,53,150 ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ બાદ વોન્ટેડ જાહેર કરાયેલા 8 આરોપીઓની શોધખોળ અને નેટવર્ક અંગે આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...