Saturday, November 28, 2026

કાલુપુરમાં ડિમોલિશનનો ઉગ્ર વિરોધ, વેપારીઓએ નોંધાવ્યો વિરોધ; પોલીસ સાથે ઝપાઝપી પણ સર્જાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના કાલુપુરમાં ઝૂલતા મિનારા અને સાળંગપુર સર્કલ પાસે મહાનગરપાલિકા (AMC) દ્વારા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અહીં, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભાડે અપાયેલ 20 દુકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવતા વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ મનપા તંત્રએ સંબંધિત એકમોને નોટિસ પણ પાઠવી હતી.

રિપોર્ટ મુજબ, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ઝૂલતા મિનારા પાસે આવેલી કોર્પોરેશનની ભાડાપટ્ટે અપાયેલી 20 દુકાનોનું ડીમોલીશન શરૂ કરાતા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પોલીસ બંદોબસ્ત સાથે AMCની ટીમ ડીમોલીશન કામગીરી શરૂ કરે તે પહેલા મહિલાઓ જેસીબી આગળ બેસી ગઈ અને સૂત્રોચ્ચાર કર્યા. મહિલાઓને દૂર કરવાનો પ્રયાસ કરતા ઝપાઝપીના દૃશ્યો સર્જાયા. સ્થાનિક મહિલાઓ રસ્તા પર JCB આગળ બેસી ગઈ અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મહિલાઓને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને વેપારીઓ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત કોમર્શિયલ મિલકતો ખાલી કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. જોકે, સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારોને વાત રજૂ કરવાની તક આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી નોટિસ પાઠવવામાં આવી હતી. આજે AMC ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો અને આસપાસનાદબાણ દૂર કરવા માટે પહોંચી હતી. જોકે, વેપારીઓએ કામગીરીનો વિરોધ કરીને દુકાનો તોડવા માટે સમય આપવાની માંગ કરી હતી.

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા 70 વર્ષથી દુકાનનું વેરો, ભાડું તેમજ લાઈટ બિલ ભરી રહ્યા છે. તેમ છતાં અચાનક દુકાનો તોડવા માટે તંત્ર આવી પહોંચ્યું છે. અમે એટલી માંગણી કરી રહ્યા છીએ કે અમને સોમવાર સુધીનો સમય આપવામાં આવે. કોર્ટ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. દુકાનના આધારે અમારું ઘર ચાલે છે. જો દુકાન તોડી નાખવામાં આવશે તો અમે શું ખાઈશું અને બાળકોની ફી ક્યાંથી ભરીશું?”

AMC ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવા માટે હાલ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, 20 દુકાનો તોડવા માટે 5 JCB અને અંદાજે 50 કર્મચારીઓની ટીમ કામે લગાડવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

એક તરફ AMC રોડ પહોળો કરવા માટે ડિમોલિશનની કામગીરી કરી રહી છે, બીજી તરફ દુકાનદારો પોતાની આજીવિકાનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. વેપારીઓએ દુકાનો તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા અથવા વધુ સમય આપવાની માગણી કરી છે. ઘટનાને પગલે કાલુપુર વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...