Friday, November 27, 2026

રવિવારે ‘અદાણી મેરેથોન-2026’ને પગલે રિવરફ્રન્ટ સહિતના આ રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે; ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી 29 નવેમ્બર રવિવારે યોજાનારી ‘Adani Ahmedabad Marathon-2026’ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેરેથોન દરમિયાન દોડવીરોની સુરક્ષા અને જાહેર જનતાની સુવિધા જળવાઈ રહે તે હેતુથી શહેરના અનેક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ અને ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ, તા. ૨૯/૧૧/૨૦૨૬ ના રોજ મધ્યરાત્રિ 12:00 (00:00) કલાકથી બપોરે 12:00 કલાક સુધી શહેરના સાબરમતી રિવરફ્રન્ટ (પૂર્વ અને પશ્ચિમ) તેમજ વાડજથી રાણીપ ડી-માર્ટ તરફ જતા મુખ્ય માર્ગો તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

જાહેરનામા મુજબ, વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ થઈ પશ્ચિમ તરફ રિવરફ્રન્ટ રોડ અંડરપાસથી વિજય ચાર રસ્તા થઈ આગળના માર્ગો પર વાહનોની અવરજવર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ થઈ કાંતિનગર ચાર રસ્તા તરફના માર્ગ પર પણ પ્રતિબંધ રહેશે.

વાહનોની અવરજવર માટે બંધ રહેનાર માર્ગ

1. પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ: આંબેડકર બ્રિજથી વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ સુધીનો માર્ગ.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ મધ્યભાગ, બુટ્ટાસિંગ મહાદેવ ચાર રસ્તા, ડીલાઈટ ચાર રસ્તા, ટાઉનહોલ ચાર રસ્તા થઈ અંજલી ઓવરબ્રિજ નીચે જમણી બાજુ વળી અંજલી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી ચાર રસ્તા તરફ જઈ શકાશે.

2. વાડજથી રાણીપ રોડ: વાડજ સર્કલથી વાડજ સ્મશાનગૃહ કટ થઈ કાર્ગો મોટર્સ ત્રણ રસ્તાથી નવા ટી.પી. રોડ થઈ રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા સુધીનો માર્ગ.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
વાડજ સર્કલ થઈ પલક ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

3. પૂર્વ રિવરફ્રન્ટ રોડ (ઉત્તર ભાગ): શિલાલેખ ચાર રસ્તાથી પિકનીક હાઉસ રિવરફ્રન્ટ ટી થઈ ડફનાળા ચાર રસ્તા તથા ત્યાંથી આંબેડકર બ્રિજ નીચે થઈ ધોબીઘાટ પૂર્વ રિવરફ્રન્ટ રોડ સુધીનો માર્ગ.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
(A) શિલાલેખ ચાર રસ્તાથી શાહીબાગ અંડરપાસ થઈ નાગપાલ દવાખાના થઈ ડફનાળા ચાર રસ્તા તરફ જઈ શકાશે.
(B) શિલાલેખ ચાર રસ્તાથી શાહીબાગ અંડરપાસ સર્કલ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, મિરઝાપુર કોર્ટ રોડ, વિજળીઘર, વિક્ટોરીયા ગાર્ડન, ખમાસા, જમાલપુર દરવાજા, ખોડીયારનગર, દાણીલીમડા ચાર રસ્તા થઈ નારોલ તરફ જઈ શકાશે.

4. પૂર્વ રિવરફ્રન્ટ રોડ (દક્ષિણ ભાગ): ધોબીઘાટ (પૂર્વ રિવરફ્રન્ટ રોડ) થી કાશી વિશ્વનાથ મંદિર થઈ રમેશફાર્મ (મંદિર જતો કટ) સુધીનો માર્ગ.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
શાસ્ત્રીબ્રિજ તરફથી આવતા વાહનો પિરાણા ચાર રસ્તા થઈ દાણીલીમડા ચાર રસ્તા થઈ જમાલપુર તેમજ મણિનગર તરફ અવરજવર કરી શકશે.

5. આંબેડકર બ્રિજ (વન-વે અમલવારી): આંબેડકર બ્રિજના પશ્ચિમ છેડાથી મધ્યભાગ થઈ પૂર્વ છેડા (વાસ કે. ફેક્ટર) સુધીનો એક તરફનો માર્ગ બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન)
આંબેડકર બ્રિજના પૂર્વ છેડાથી મધ્યભાગ થઈ પશ્ચિમ છેડા (અંજલી તરફ) ના માર્ગેથી વાહનોની અવરજવર થઈ શકશે.

આ ઉપરાંત વન-વે અંડરપાસ રોડ અને તેની આસપાસના માર્ગો પર પણ વાહનવ્યવહારને નિયંત્રિત કરવામાં આવશે. જોકે, જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી ફરજ પરના વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આવશ્યક સેવાઓના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

પોલીસ દ્વારા જણાવાયું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

મેરેથોનના દિવસે શહેરમાં ટ્રાફિકની મુશ્કેલીથી બચવા માટે વાહનચાલકોને અગાઉથી પોતાના પ્રવાસનું આયોજન કરવા અને પોલીસ દ્વારા સૂચવાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને આપ્યો ખાસ સંદેશ, 22 નવેમ્બરે મોટું આયોજન

ગાંધીનગર : દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા આજે પ્રદેશ કક્ષાના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ...

અંબાજી-આબુ જતા વાહનચાલકો ધ્યાન આપો! PM મોદીની મુલાકાતને પગલે 13-14 નવેમ્બર સુધી આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લેશે....

PM મોદી 13 અને 14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે : લાભ પાંચમે અંબાજી ખાતે માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરશે

અંબાજી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13 અને 14 નવેમ્બરના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ...

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...