Wednesday, April 22, 2026

અમદાવાદીઓ સાવધાન : જાહેર સ્થળો અને ભીડવાળી જગ્યાએ મોબાઇલ ચોરી કરતી ટોળકીઓ સક્રિય

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર સ્થળો અને ભીડભાડ વાળી જગ્યા પર મોબાઇલ ચોરી કરતી અનેક ટોળકીઓ સક્રિય થઇ છે જે તમારી નજર ચુકીને ગણતરીની મિનિટોમાં મોબાઇલ ચોરી કરીને નાસી જાય છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીના 20થી વધુ ગુના ગઇકાલે દાખલ થયા છે જેમાં પોલીસે મોબાઇલ ચોરને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ જાહેર જગ્યા પરથી મોબાઇલ ફોન ચોરી થઇ હોવાની ફરિયાદો નોંધાઇ છે. મોબાઇલ ચોરી કરતી ગેંગ એક સાથે ચોરેલા મોબાઇલ ફોન ભેગા કરે છે અને બાદમાં ગુજરાતના અંતર્યાળ ગામડા તેમજ અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે.મીડિયા રિપોર્ટ મુજબ વેજલપુરમાં રહેતા મયુર કડીયા વાંકાનેરથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. મયુર કડીયા પ્લેટફોર્મ નંબર 6 પરથી પસાર થતા હતા ત્યારે ગઠીયાએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. કાલુપુર રેલવે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બીજી ઘટનામાં બાપુનગરમાં પ્રેમજી ચૌહાણ નામના વ્યકિત એએમટીએસ બસમાં ચઢતા હતા ત્યારે શખ્સે તેમનો મોબાઇલ ચોરી લીધો હતો. ત્યારે બાપુનગરમાં જ બસ સ્ટેન્ડ પાસે રિક્ષા ચાલક સુનિલ શિવહરેનો મોબાઇલ પણ કોઇ શખ્સે ચોરી લીધો. મોબાઇલ ચોરીની બન્ને ફરિયાદ બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે.ત્રીજી ઘટનામાં શાહપુર વિસ્તારમાં રહેતા રશ્મીબેન તેમના ઘરે રસોઇ બનાવતા હતા ત્યારે તેમનો મોબાઇલ ફોન ઘરની બહાર મુક્યો હતો જેથી કોઇ ગઠીયાએ તકનો લાભ લઇને મોબાઇલની ચોરી કરી લીધી હતી. દરિયાપુર પોલીસે રશ્મીબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

ચૌથી ઘટનામાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા શાહનવાઝ ખાન ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે ભીડનો લાભ લઇને ગઠીયો તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હતી. ગોમતીપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. ચાલુ વાહન ઉપર પણ નજર ચુકવીને મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે.પાંચમી ઘટનામાં દિપક તલાટી નામનો યુવક કાંકરીયા ગેટ પાસેથી પોતના વાહન પર પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી હતી. જેમાં તેણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

એક રિપોર્ટ મુજબ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની વીસથી વધુ ફરિયાદો નોંધાઇ છે. મોબાઇલની ચોરી છેલ્લા ઘણા સમયથી વધી રહી છે જેમાં કેટલાક લોકો ઇ-એફઆઇઆર કરી રહ્યા છે તો કેટલાક લોકો પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ કરી રહ્યા છે. આ સિવાય ઘણી ફરિયાદો એવી છે કે જે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં નોંઘાઇ નથી. મોબાઇલ ચોરી કરતી ગેંગ એક સાથે મોબાઇલ ફોન ભેગા કરીને વેચી દેતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...