Monday, September 28, 2026

યુવતીને લીવ ઇન રીલેશનશીપમાં રહેવું ભારે પડ્યું, યુવકના પિતાએ શારીરિક અડપલા કર્યા

spot_img
Share

અમદાવાદ: હવે ગુજરાતમાં પણ પશ્ચિમી સંસ્કૃતિની વધુ અસર જોવા મળી રહી છે. આ દરમિયાન લીવ ઇન રીલેશનશીપમાં રહેવું સામાન્ય થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં લીવ ઇન રીલેશનશીપમાં રહેવું એક યુવતીને ભારે પડ્યું છે. યુવકના પિતાએ તેની પત્નીની હાજરીમાં યુવતીની સાડી ખેંચી બાથમાં લઇ બાથ ભીડી દીધી હતી અને શારીરિક અડપલા કર્યા હતા. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વાડજ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ મિત્ર અને તેના માતા પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીએ ફેબ્રુઆરી મહીનામાં યુવક સાથે મૈત્રી કરાર કરીને તેની સાથે રહેતી હતી. જોકે છ મહીના સુધી તેને સારી રીતે રાખી હતી. બાદમાં તેનો મિત્ર અવારનવાર ગંદી ગાળો બોલીને મારઝુ઼ડ કરતો હતો. અને કહેતો હતો કે તારી આગળ પાછળ કોઇ નથી તારે મારી સાથે જ રહેવાનું છે અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો. જો કે તેના પિતા પણ તેની સાથે મારઝુડ કરતા હતાં. એટલું જ નહીં યુવકના પિતા તેની માતાની હાજરીમાં યુવતીની સાડી ખેંચી, બાથમાં લઇ બાથ ભીડી દિધેલ અને શારિરિક અડપલા કર્યા હતાં. જેથી યુવતી યુવકની માતાને કહેવા જતા તેણે પણ ગંદી ગાળો બોલી હતી.

આ ઘટના બાદ યુવક અને યુવતી બંને અલગ રહેવા ગયા હતા. પરંતું યુવતી એકલી હતી આ દરમિયાન યુવકના પિતા ઘરે પહોંચ્યા અને યુવતી સાથે શારીરિક અડપલા અને છેડતી કરી હતી. આ મામલે યુવકને જાણ કરતાં તેને કહ્યું કે આવું તો થશે જ અને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ યુવતી પોતાના પિતાના ઘરે જઈ અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...