Monday, September 28, 2026

અમદાવાદમાં બેફામ દોડતી BRTS બસે બાઈકચાલકને અડફેડે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં બેફામ દોડતી BRTS બસે વધુ એક વ્યકિતનો ભોગ લીધો છે. CTM વિસ્તારમાં BRTS બસે બાઈકચાલકને અડફેડે લેતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બીજી બાજુ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં આવેલા CTM વિસ્તાર નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. CTM નજીક આવેલા ભારતી ટાવર નજીક BRTSની બસે એક બાઈકચાલકને અડફેટે લીધો હતો. જેમાં BRTS ચાલકે બસની આગળની સાઈડની બાઈક સવારને ટક્કર મારી હતી. અચાનક પાછળથી ટક્કર વાગતા બાઈક સવારે પોતાનું બેલેન્સ ગુમાવ્યુ હતુ, અને તે નીચે પટકાયો હતો. બનાવને પગલે ઘટના સ્થળે લોકો દોડીને આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, જો કે, બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થઈ ગયુ હતુ.

અકસ્માતને પગલે ભારતી ટાવર વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જામ થયેલા ટ્રાફિકને પણ હળવો કર્યો હતો અને અકસ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...