Friday, March 13, 2026

અમદાવાદમાં જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર ITનું સુપર ઓપરેશન, અન્ય બિલ્ડરો અને મોટા વેપારીઓમાં ફફડાટ

spot_img
Share

અમદાવાદ : સુરત બાદ હવે અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો છે. IT વિભાગની ટીમે શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોનને ત્યાં તપાસ હાથ કરી છે. સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શ ધરાવતા કેમિકલ ગ્રુપ પણ ઈન્કમટેક્સ વિભાગની રડારમાં આવી ગયા છે. સ્વાતિ બિલ્ડકોનના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં પણ તપાસ ચાલી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં લાંબા સમય બાદ IT વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ITના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાં મોટા માથાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. કારણકે, તેમને ખ્યાલ આવી ગયો છેકે, ગમે ત્યારે આઈટીની ટીમ તેમના ઘરનો બેલ પણ વગાડી શકે છે. આજે અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર દરોડા પાડીને ITની ટીમે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

IT વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-1ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. અહીં 10 અધિકારી અને કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સકંજો કસાયો છે. શહેરમાં 35થી 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...