Tuesday, October 13, 2026

આવતીકાલે રવિવારે અંબાજી મંદિર આ વિધિ માટે અડધો દિવસ બંધ રહેશે, જાણો આખો કાર્યક્રમ…

spot_img
Share

અંબાજી : અંબાજી મંદિર ખાતે રવિવારે પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. અમદાવાદથી સોની પરિવાર માતાજીના ઘરેણાંની સાફ કરવા આવે છે. બપોર બાદ અંબાજી મંદિર બંધરહેશે રાત્રે 9 વાગે આરતી થશે. અહીં ચાલો આપણે જાણીએ ભાદરવી પૂનમના સમાપનના પછીના દિવસે અંબાજીમાં શું થાય છે? જાણો આખો કાર્યક્રમ…

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખસંપન્ન રિતે પુર્ણ થયો છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રક્ષાલન વિધિ રવિવારે યોજાશે તેવી માહિતી મીડિયાને આપવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે દેશભર થી માઈ ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મહામેળા બાદ હવે રવિવારે પ્રક્ષાલન વિધિ યોજાશે, અમદાવાદથી સોની પરીવાર ખાસ આ વિધિમાં માતાજીના સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ કરવા આવે છે.

આખું પરિસર ધોવાશે
અમદાવાદથી વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં ખાડિયાનો સોની પરિવાર અંબાજી મંદિર ખાતે મહામેળો પુર્ણ થયા બાદ આવે છે. બપોર બાદ માતાજીના દર્શન બંદ થાય છે અને આ વિધિ શરૂ થાય છે. અંબાજી મંદિર અને આખા પરિસરને પાણીથી ધોવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે આ વિધિ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ભટ્ટજી મહારાજની આગેવાનીમાં યોજાય છે. માતાજીની તમામ સવારીઓ, સોના ચાંદીના દાગીનાની સાફ સફાઇ આ વિધિ દરમિયાન કરાય છે જેમાં સોની પરિવાર આવી વિધિમાં ભાગ લે છે. આ દિવસે વિવિધ વીઆઇપી પણ દર્શન કરવા અને વિધિમાં ભાગ લેવા આવે છે.

અખબારી યાદી, દર્શન સમય રવિવાર
દર્શન સવારે :- 7:30 થી 11:30
દર્શન બપોરે :- 12:30 થી :30
રાત્રે આરતી :- 9 વાગે

1/10/2023 થી અંબાજી મંદિરનો દર્શન સમય રાબેતા મુજબ રહેશે

કેમ થાય છે આ વિધિ
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મય ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાદરવી મહામેળામાં દર્શન કરવા આવેલા આટલા બધા ભક્તોમાંથી કોઈક ભક્તો દ્વારા પવિત્રતા ન પણ જળવાય તેવું બન્યું હોય તો તેના શુદ્ધિકરણ માટે આ વિધિ યોજાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...