Sunday, September 27, 2026

ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કૂલ નમાઝ વિવાદ પછી આજે એક દિવસ પૂરતી બંધ રાખવાનો નિર્ણય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ઘાટલોડીયામાં આવેલ કેલોરેક્સ શાળામાં નમાઝ પઢવાને લઈને વિવાદ ઊભો થયો છે. ગઈકાલે થયેલ ભારે હોબાળા બાદ અને આ વિવાદ પછી આજે શાળા બંધ રહેવાના અહેવાલો સામે આવ્યા છે. આ અંગે મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાળા દ્વારા વાલીઓને મેસેજ દ્વારા આ રજા અંગેની જાણકારી આપવામાં આવી છે.સમગ્ર મામલે ભારે ઉહાપોહ બાદ આજે પણ પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવાયો છે.

ઘાટલોડીયાની કેલોરેક્સ સ્કૂલ નમાઝ વિવાદ પછી આજે એક દિવસ પૂરતી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કેલોરેક્સ સ્કૂલ સંચાલકોએ વાલીઓને મેસેજથી જાણ પણ કરી દીધી છે. અગમ્યકારણોસર બંને પાળીમાં શાળા બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય કર્યો છે.જોકે શાળા બંધ રાખવામાં કેમ આવી છે તેનો કોઈ ઉલ્લેખ તેમાં નથી. હાલ અગમગ્ય કારણોસર શાળાની બંને પાળીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.સમગ્ર મામલે ભારે ઉહાપોહ બાદ આજે પણ પોલીસનો ભારે બંદોબસ્ત ખડકી દેવાયો છે.

તમને જણાવી દઈએ કે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યૂચર સ્કૂલમાં ઈદના તહેવાર પર બાળક પાસે નમાજ પઢાવવામાં આવી હતી અને અન્ય બાળકોને આ શીખવવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. વીડિયો વાલીઓ અને હિન્દુ સંગઠનોના ધ્યાને આવતા તેઓ વિરોધ નોંધાવવા માટે સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્કૂલ દ્વારા માફી પત્ર લખીને આપવામાં આવ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...