Sunday, April 26, 2026

CM ભૂપેન્દ્ર પટેલે GMDC ખાતે વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023નો કરાવ્યો શુભારંભ, જુઓ PHOTOS

spot_img
Share

અમદાવાદ : PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગરબાને ગ્લોબલ ઓળખ આપવા અને ગરબા સંસ્કૃતિ સાથે પ્રવાસન પ્રવૃતિને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કરવા 2011 થી આ નવરાત્રિ મહોત્સવની શરૂઆત કરાવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના GMDC ખાતે ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો તે અવસરે અમદાવાદના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ કિરીટ ભાઇ સોલંકી હસમુખ પટેલ અને ધારાસભ્યો તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો, આમંત્રિતો અને વિશાળ સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...