Sunday, September 27, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી 1300 કિલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપાયો

spot_img
Share

અમદાવાદ : સુપ્રસિદ્ધ યાત્રાધામ પૈકી એક અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં ભેળસેળિયા ઘીના વપરાશ બાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી ઘી અને ખાદ્યતેલના નમૂનાઓ લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગ દ્વારા શહેરના ઓઢવ વિસ્તારમાં એસપી રીંગ રોડ પર રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો એક્સપાયરી થઈ ગયેલો અને હાનિકારક એવા રસીલા બ્રાન્ડના પ્રિમિયમ ગાયના ઘીનો જથ્થો રૂ.7.67 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જેને ડમ્પિંગ સાઈટ ઉપર નાશ કરાવી રૂપિયા 25,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે આજે શહેરના પૂર્વ વિસ્તારના ઓઢવ વિસ્તારમાં સ્થિત રશ્મિગોથ હબ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા જૈનિથ એન્ટરપ્રાઇઝમાંથી આશરે 1300 કિલો જેટલો ઘીનો એક્સપાયરી થયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો.એટલું જ નહીં બહોળા પ્રમાણમાં એક્સપાયરી ડેટ વાળા ઘીના જથ્થાનો ડમ્પિંગ સાઈટ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય વિભાગે 25000નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.તેમજ 7907 કિલો ખાદ્યતેલના જથ્થાના 11 નમૂના લઈ તેને સિઝ કરાયો હતો. આ ઉપરાંત ઘી અને તેલની સાથે જ પનીર મખની, રેડ ગ્રેવીના પણ 14 નમૂનાઓ લઇને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...