Friday, July 31, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળી વધુ એક સિદ્ધી : રાષ્ટ્રીય કક્ષાના બે હેલ્થકેર એવોર્ડથી બહુમાન કરાયું

spot_img
Share

અમદાવાદ : રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની આરોગ્ય સેવા-સુવિધાઓની નોંધ લેવામાં આવી રહી છે. તાજેતરમાં FICCI દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલને Excellence in Patient Care & Safety કેટેગરીમાં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. તેમજ Digital Transformation Initiative of the year (વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત થયો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

ગત તારીખ 26 ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે યોજાયેલ 15 માં FICCI (Federation of Indian Chambers of Commerce & Industry) હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2023 કાર્યક્રમમાં ખ્યાતનામ અભિનેત્રી શ્રીમતી શર્મિલા ટાગોરના હસ્તે સી.કે.મિશ્રા, જ્યુરી-ચેર, આરોગ્ય અને પરિવાર નિયોજનના ભૂતપૂર્વ સચિવ,ભારત સરકાર, ડૉ. હર્ષ મહાજન, અધ્યક્ષ FICCI, અને ડૉ. સંજીવ સિંહ સહ-અધ્યક્ષ FICCIની હાજરીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.જેમાં Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત કરાયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ બહુમાનને બિરદાવીને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.સૌથી નોંધનીય બાબત એ છે કે કુલ 12 કેટેગરીમાં અન્ય તમામ સંસ્થાને માત્ર 1 એવોર્ડ મળ્યો હતો, જ્યારે એક્માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલને 2 એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ બહુમાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...