Sunday, April 26, 2026

હાર્ટ એટેકથી બચવું હોય તો આવા લોકોએ મહેનત-કસરતથી બચવું : આરોગ્ય મંત્રીની મોટી સલાહ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. યુવાઓ જ હાર્ટએટેકના મુખ્ય શિકાર બની રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ હાર્ટ એટેકથી સતર્ક રહેવાની સલાહ આપતા જણાવ્યું કે, જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએ.

ગુજરાતની મુલાકાતે આવેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, ICMR હમણા એક ડિટેલ્સ સ્ટડી કર્યો છે, એ ડિટેલ્સ સ્ટડી એવું કહી રહ્યો છે કે જેમને CVR કોવિડ થયો હોય અને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.તેમણે કહ્યું કે, આવા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે 1 કે 2 વર્ષ માટે દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેકની ઘટનાની બચી શકાય.ICMRના અભ્યાસમાં આ વાત સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે છે તેઓ મન કી બાત કાર્યક્રમમાં ભાગ લેવા ભાવનગર આવ્યા હતા. જ્યાં તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...