Sunday, July 26, 2026

અમદાવાદનો અટલ બ્રિજ આજે આ કારણે સાંજે 5 થી 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની શાન એવો અટલ બ્રિજ આજે બંધ રહેશે માહિતી અનુસાર આજે ડ્રોન સ્પર્ધા હોવાને કારણે અટલ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ સાંજે 5 વાગ્યાથી બંદ રહેશે.સહેલાણીઓ માટે સ્પર્ધા દરમ્યાન પ્રવેશ બંધ રખાશે.આ પહેલા પણ અટલ બ્રિજને ઘણી વાર બંધ રાખવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સાબરમતી નદી પરનો અટલ પુલ આગામી રવિવારે સાંજે એટલે કે આજે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

અટલ બ્રિજ, જે હવે શહેરનું મુખ્ય પ્રવાસી આકર્ષણ બની ગયું છે, રવિવાર, નવેમ્બર 5 ના રોજ સાંજે 5 થી 10 વાગ્યા દરમિયાન મુલાકાતીઓ માટે બંધ રહેશે. નોંધનીય છે કે અટલ બ્રિજ રવિવારની સાંજે સૌથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. પરંતુ ગુજરાત સરકારના એક હાથ એવા ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ દ્વારા આયોજિત ડ્રોન રેસિંગ સ્પર્ધાને કારણે રવિવારની સાંજ દરમિયાન માત્ર ચાલવા માટેનો આ બ્રિજ બંધ રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર સ્થિત બ્લોક B અને C ખાતે ડ્રોન રેસિંગ સ્પર્ધા યોજાશે. આ માહિતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હેઠળ કાર્ય કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...