Monday, September 21, 2026

CM ભૂપેન્દ્ર પટેલે અન્નપૂર્ણા ભોજન કેન્દ્રમાં શ્રમિકોને ભોજન પીરસ્યું અને સાથે ભોજનનો સ્વાદ પણ માણ્યો

spot_img
Share

અમદાવાદ : રાજ્યનો કોઈપણ શ્રમિક ભૂખ્યો ન રહે તે માટે ફક્ત પાંચ રૂપિયામાં જમવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શુભારંભ પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા ઉપસ્થિત રહ્યાં હતાં.

મહત્વનું છે કે, અમદાવાદ ખાતેથી નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાયો છે. જેથી હવે રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે. શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદ શહેરમાં જુદી જુદી 49 જગ્યા પર શ્રમિક અન્નપૂર્ણા યોજનાના બુથ ખોલવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકોને રૂ.પાંચમાં જમવાનું મળશે. નોંધનીય છે કે, હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 લાખથી વધુ શ્રમિકોને લાભ મળશે તો નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

રાજ્યમાં શ્રમિક પરિવારો માટે ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત હવે અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્ર શરૂ થશે. ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3 અને મહેસાણામાં 5 કેન્દ્ર શરૂ થશે. રાજકોટમાં 5, ખેડા, આણંદ વલસડ અને સાબરકાંઠામાં 4-4 કેન્દ્રો શરૂ થશે. આ સાથે પાટણ અને બનાસકાંઠામાં 7-7 નવસારી અને મોરબીમાં 6-6 કેન્દ્રો શરૂ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...