Sunday, September 27, 2026

અમદાવાદના રસ્તા પર અડધી રાતે આ સ્ટાર ક્રિકેટરે કરી દિવાળીની અનોખી ઉજવણી, જાણો સમગ્ર મામલો ?

spot_img
Share

અમદાવાદ : અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા છે. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા, માત્ર એક જ જાગ્યો હતો. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી, જાગી રહેલી મહિલાના હાથમાં પૈસા આપ્યા અને પછી ચુપચાપ કારમાં બેસીને ચાલ્યો ગયો.

પ્રાપ્ત એક રિપોર્ટ મુજબ આ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ ગુરબાઝને ઓળખ્યો અને તેને પૈસા વહેંચતા જોયો દૂરથી તેનો વીડિયો બનાવ્યો, અને જ્યારે ગુરબાઝ ત્યાંથી નીકળ્યો, ત્યારે તે ગરીબ લોકોની નજીક ગયો અને જોયું કે કેવી રીતે ગુરબાઝે બધા સૂતેલા ગરીબોની બાજુમાં પૈસા વહેંચ્યા. લોકો પાસે પૈસા રાખ્યા છે, જેથી તેઓ 12મી નવેમ્બરની સવારે જાગી શકે અને દિવાળી ઉજવી શકે. રહેમાનુલ્લા ગુરબાઝનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય ખેલાડી રાશિદ ખાન ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝ પણ દર વર્ષે ઓછામાં ઓછા બે મહિના ભારતમાં રહે છે. તે IPLનો મહત્વનો ખેલાડી છે. તે ગુજરાત ટાઇટન્સ માટે પણ ક્રિકેટ રમી ચુક્યો છે, તે સમયે અમદાવાદ તેનું IPLનું હોમ ગ્રાઉન્ડ હતું. આથી ગુરબાઝને પણ અમદાવાદ સાથે ખાસ સંબંધ છે. જોકે, આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...